તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • પીધેલા પ્રવાસીએ કન્ડકટરને લાફા મારતાં ડ્રાઇવર બસ મુકી નાસી છુટ્યા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પીધેલા પ્રવાસીએ કન્ડકટરને લાફા મારતાં ડ્રાઇવર બસ મુકી નાસી છુટ્યા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મુન્દ્રાતાલુકાના મોખા ટોલનાકા પાસે શનિવારની મોડી રાત્રે રાજુલા મુન્દ્રા રૂટની બસમાં નશામાં ધુત મુસાફરી કરી રહેલા શખ્સે કન્ડેકટર સાથે જીભા જોડી કરી લાફા જીંકી દીધા હતા, અને જાનથી મારી નાખવાની ધમકી આપતાં બીકના માર્યા ડ્રાઇવર કન્ડેકટર બસ મુકી ભાગી છુટ્યા હતા, પોલીસે આરોપીની ધરપકડ કરી સલાખો ધકેલી દીધો હતો .

પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે રાજુલા મુન્દ્રા એસટી બસ જી.જે.18 વાય 7857ના ડ્રાઇવર શોકતઅલી જુમાભાઇ ખોજા (ઉ.વ.43) રહે મુન્દ્રા પટેલ ફળિયું વાળાએ ફરીયાદ આપતાં જણાવ્યું હતું કે શનિવારની રાત્રે પોણા વાગ્યાના અરસામાં પોતે અને કંડકટર બાબુભાઇ બારોટ રાજુલા મુન્દ્રા રૂટની બસ લઇને મુન્દ્રા આવતા હતા ત્યારે અંજારથી એક પ્રવાસી નશામાં ધૂત ચડ્યો હતો, તે ચાલુ બસમાં એલફેલ બકવાસ કરી રાડા રાડ કરતો હતો બુમ બરાડાથી બસમાં મુસાફરી કરી રહેલા અન્ય મુસાફરોની ઉગ ખરાબ થતાં જ્યારે બસ મોખા ટોલનાકા પાસે મોડી રાત્રે પહોંચતા પીધેલા શખ્સને શાંતિથી બેસી રહેવા અને બકવાસ કરવા કન્ડકટરે જણાવતાં નશામાધુત શખ્સ એકદમ ઉસ્કેરાઇ જઇ કન્ડકટર બાબુભાઇને ધકબુસટનો મારમારી જાનથી મારીનાખવાની ધમકી આપતાં ડ્રાઇવર સોકત બસ મુકી ભાગી છુટ્યો હતો, ઘટનાની મુન્દ્રા મરીન પોલીસને જાણ કરાતાં પીએસઆઇ હાર્દિક ત્રિવેદી તેના સ્ટાફ સાથે સ્થળ પર પહોંચી આરોપી વવારના રામ વિરમ ગઢવીને પકડી પાડ્યો હતો, સરકારી કર્મચારીની ફરજ પર રૂકાવટ તથા પ્રોબીશનનો ગુનો નોંધી આરોપીને જેલા સડીયા પાછળ ધકેલી દીધો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો