તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ભુજમાં વિદ્યાર્થિની સામે બિભત્સ ચેડાં કરી છેડતી કરનારો ઝડપાયો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભુજમાં વિદ્યાર્થિની સામે બિભત્સ ચેડાં કરી છેડતી કરનારો ઝડપાયો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભુજનીભાગોળે મુન્દ્રા રોડ પર સાગર બંગલો વિસ્તારમાં રહેતી સગીરા સોમવારે બપોરે સ્કૂલ છૂટ્યા બાદ છકડોરિક્ષામાં બેસી ઘરે પરત ફરી રહી હતી, ત્યારે લાયન્સનગર પાસે ઉતરતી વેળાએ ભાડું આપતી વખતે તેની એકલતાનો લાભ લઇ હવસખોર આધેડ છકડાચાલકે તેના કપડા ઉતારી વિદ્યાર્થિની સામે અણછાજતી માગણી કરી લાજ લેવાનો પ્રયાસ ભોગ બનનારીનો ભાઇ સમય પર પહોંચી આવતાં આરોપી પોલીસના હાથે ઝડપાઇ ગયો હતો.

પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે ભુજ મુન્દ્રા રોડ પર આવેલા યુકે લાયન્સનગરના મકાનો પાછળ સાગર બંગલોમાં રહેતી 15 વર્ષીય સગીરા સોમવારે સ્કૂલમાં રજા પડ્યા બાદ તેનો ભાઇ તેને તેડવા આવતાં લોકલ ફેરા કરતા છકડા જીજે-12-એક્સ-9301માં બેસી પોતાના ઘરે જઇ રહી હતી, ત્યારે બધા પેસેન્જરો ઉતરી ગયા બાદ લાયન્સનગર પાસે વિદ્યાર્થિની ઉતરતી વખતે છકડાચાલક અબ્દુલ મામદ બાબરીને ભાડુ આપી રહી હતી.

ત્યારે તેની એકલતાનો લાભ લઇ અબ્દુલે તેની પેન્ટ ઉતારી સગીરા પાસે અણછાજતી માગણી કરી હતી, હેબતાઇ ગયેલી સગીરાએ વાત તેના માતા-પિતાને કરી દેવાની વાત કરતાં છકડાચાલકે કોઇને વાત કરીશ, તો તારા માતા-પિતાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, તેવા સમયે મોટર સાઇલકથી તેનો ભાઇ પહોંચી આવતાં તેણે તાત્કાલિક બી ડિવિઝન પોલીસને જાણ કરતા પીએસઆઇ એમ.આર. પરમાર તથા સ્ટાફે ઘટનાસ્થળ પહોંચી આરોપીની ધરપકડ કરી લીધી હતી, આરોપી સામે છડતી તથા પોક્સો સહિતની કલમો તળે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. રીક્ષા ચાલક પ્રકારની હરકત કરાતા શહેરના બીજા વાલીઓમાં ચિંતા વ્યાપી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો