તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • મુન્દ્રાના દરિયાઇપટ્ટે યોજાયેલી મોકડ્રીલમાં 5 આતંકવાદી ઝડપાયા

મુન્દ્રાના દરિયાઇપટ્ટે યોજાયેલી મોકડ્રીલમાં 5 આતંકવાદી ઝડપાયા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુન્દ્રાનાઅદાણી પોર્ટના દરિયાકાંઠેથી ઘૂસપેઠ કરી બંદર પર તબાહી મચાવવાનો મનસૂબો ધરાવનારા પાંચ આતંકીને મરીન પોલીસે ઝડપી લઇ તેમનો પ્લાન નિષ્ફળ બનાવતા તમામ સુરક્ષા એજન્સીઓએ રાહતનો દમ લીધો હતો. પ્રાપ્ત અહેવાલ મુજબ દરિયાયી સુરક્ષાને અનુલક્ષીને સમગ્ર રાજ્યમાં આગોતરી તૈયારીના ભાગરૂપે યોજાયેલી મોકડ્રિલ અંતર્ગત આજે સવારે 6 વાગ્યાના સમયગાળા દરમિયાન ઉપરોક્ત દૃશ્ય ભજવાયું હતું. મરીન પોલીસે રેડ પાર્ટી કે જે આતંકવાદી અને બ્લૂ પાર્ટી સુરક્ષા એજન્સીઓ એમ બે ભાગમાં ટીમો નિર્ધારિત કરી હતી, જેમાંથી રેડ પાર્ટીના પાંચ આતંકી અને ચાર માછીમારોએ મુન્દ્રા બંદરની ક્રીકમાંથી શહેરમાં પ્રવેશી આતંક મચાવવાની પેરવી કરી હતી, જેને નિષ્ફળ બનાવતા બ્લૂ પાર્ટીના પોલીસ કર્મીઓએ તમામને ચાર કિલો આરડીએક્સના જથ્થા સાથે ઝડપી લઇ સળિયા પાછળ ધકેલ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...