તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ભુજમાં પ્રમુખસ્વામી સર્કલનું મુન્દ્રા રિલો. સાઇટ પાસે નામકરણ કરાયું

ભુજમાં પ્રમુખસ્વામી સર્કલનું મુન્દ્રા રિલો. સાઇટ પાસે નામકરણ કરાયું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજશહેરની મુન્દ્રા રીલોકેસન સાઇટ પાસેની પ્રાથમિક શાળા-ભાટીયા સમાજવાડી નજીક આવેલા ચાર રસ્તાને બોચાસણવાસીના વડા પ.પૂ. પ્રમુખસ્વામી સર્કલનું નામકરણ કરાયું હતું. બીએપીએસના વરિષ્ઠ સંત અને આગેવાનોની ઉપસ્થિતિમાં સર્કલને ખુલ્લુ મુકાયું હતું.

રવિવારે સવારે યોજાયેલા કાર્યક્રમમાં ભુજ બીએપીએસ મંદિરના કોઠારી પૂ. હરિપ્રિયસ્વામી, ગઢડાથી આવેલા પૂ. જનમંગલ સ્વામી તથા પૂ. સ્નેહજીવન સ્વામી, જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઇ પટેલ, નગરપતિ અશોક હાથી દ્વારા તકતીનું અનાવરણ કરી સર્કલને ખુલ્લુ મુકાયું હતું.

કેશુભાઇ પટેલે જણાવ્યું હતું કે, પૂ. પ્રમુખસ્વામીજીએ ભુકંપ વખતે કચ્છના દુખમાં સહભાગી થઇ લોકોને કરેલ સહાયને યાદ કરી તેઓના પરોપકારી તથા લોકકલ્યાણનાં કાર્યોને કચ્છ કયારેય ભુલશે નહીં.

સર્કલના નામકરણથી લોકોને તેમના દર્શાવેલા ધર્મના રસ્તે ચાલવાની પ્રેરણા મળતી રહેશે તે બદલ સંસ્થા પ્રત્યે આભારની લાગણી વ્યકત કરી હતી. નામકરણ વેળાએ સરકારી વકીલ કલ્પેશભાઇ ગોસ્વામી, ભાડાના ચેરમેન કિરીટભાઇ સોમપુરા સહિત નગરજનોની ઉપસ્થિતિમાં પૂ. સ્નેહજીવન સ્વામીએ વિધિ કરાવી હતી. બીએપીએસના કાર્યકરોએ વ્યવસ્થા સંભાળી હતી.

સર્કલ નામકરણ વિધી કરાઇ

બીએપીએસના વરિષ્ઠ સંતની ઉપસ્થિતિમાં સર્કલને ખુલ્લુ મુકાયું

અન્ય સમાચારો પણ છે...