Divya Bhaskar

Home » Gujarat » Bhuj » Mundra » કાંડાગરામાં નદીમાંથી વિદેશી શરાબની 3 બોટલ સાથે આરોપી ઝડપાયો

કાંડાગરામાં નદીમાંથી વિદેશી શરાબની 3 બોટલ સાથે આરોપી ઝડપાયો

Divyabhaskar.com | Updated - Feb 28, 2018, 05:00 AM

મુન્દ્રા તાલુકાના કાંડાગરા ગામની નદીમાંથી પોલીસે બાતમીના આધારે દરોડો પાડીને ગામના શખ્સને ત્રણ વિદેશી દારૂની...

  • કાંડાગરામાં નદીમાંથી વિદેશી શરાબની 3 બોટલ સાથે આરોપી ઝડપાયો
    મુન્દ્રા તાલુકાના કાંડાગરા ગામની નદીમાંથી પોલીસે બાતમીના આધારે દરોડો પાડીને ગામના શખ્સને ત્રણ વિદેશી દારૂની બોટલ નંગ 3 કિમત 1,200ના મુદામાલ સાથે ઝડપી લીધો હતો.

    કાંડાગરા ગામે પોલીસે બાતમીના આધરે મંગળવારે બપોરના બે વાગ્યાના અરસામાં ગામની નદીમાં દરોડો પાડીને કાંડગરા ગામે રહેતા શિવુભા ઉર્ફે કાળુભા ધીરૂભા સોઢાને ઝડપી પાડ્યો હતો, આરોપીના કબજામાંથી વેચાંણ અર્થે રાખેલી શરબની બોટલ નંગ ત્રણ કિમત 1,200ની કબજે કરી આરોપી વિરૂધ મુન્દ્રા પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ ધનશ્યામસિંહ ભચુભા જાડેજાએ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending