Divya Bhaskar

Home » Gujarat » Bhuj » Mundra » નંબર પ્લેટની કામગીરીમાં નાગરિકોને હેરાનગતિ, સુપરવાઇઝર પાસેથી લેખિતમાં ખાતરી લેવાઇ

નંબર પ્લેટની કામગીરીમાં નાગરિકોને હેરાનગતિ, સુપરવાઇઝર પાસેથી લેખિતમાં ખાતરી લેવાઇ

Divyabhaskar.com | Updated - Feb 28, 2018, 05:00 AM

હાઇ સિકયુરીટી નંબર પ્લેટની કામગીરી માટે આવતા અરજદારોને હાલાકી થતી હોવાની અનેક ગંભીર ફરીયાદો એજન્ટ એસોસિએશને...

  • નંબર પ્લેટની કામગીરીમાં નાગરિકોને હેરાનગતિ, સુપરવાઇઝર પાસેથી લેખિતમાં ખાતરી લેવાઇ
    હાઇ સિકયુરીટી નંબર પ્લેટની કામગીરી માટે આવતા અરજદારોને હાલાકી થતી હોવાની અનેક ગંભીર ફરીયાદો એજન્ટ એસોસિએશને આરટીઓને કરતા તેમણે કંપનીના જવાબદાર સુપરવાઇઝર પાસેથી કામગીરી સુદૃઢ રીતે થશે તેવી બાહેંધરી લેખીતમાં લીધી છે.

    સુત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ, હાઇસિક્યુરીટી નંબર પ્લેટની કામગીરી માટે આવતા અરજદારોને બેસવાની સુવિધા, પાણીની સુવિધા, મેસેજની સમસ્યા, અરજદારો સાથે મનસ્વી વર્તન કરાતું હોવા સહિતની ગંભીર ફરીયાદો અંગે એજન્ટ એસો. દ્વારા આરટીઓને લેખિતમાં ફરીયાદ કરાઇ હતી.

    આરટીઓ દીલીપ યાદવે કહ્યું હતું કે, એજન્ટ એસો.ની લેખિત ફરીયાદ મળી હતી. જેમાં જણાયેલી ફરીયાદોને ધ્યાને લઇ એજન્ટ એસો.ના ઉમરભાઇ સમા, હીમાંશુભાઇ ગોર, મુસાભાઇ સમા, સંજુભાઇની હાજરીમાં એચએસઆરપી કંપનીના જવાબદાર સુપરવાઇઝર પાસેથી કામગીરી સુદૃઢ રીતે કરાય તે માટે લેખિતમાં ખાતરી લેવાઇ છે.

    માંડવી-મુન્દ્રા તાલુકા વિસ્તારના વાહનચાલકો ભુજ સુધી ધક્કો ન ખાય અને નંબર પ્લેટની કામગીરી મુન્દ્રા ખાતેના સેન્ટર ખાતે કરાવે તેવી અપીલ આરટીઓએ કરી છે.

    લેખિતમાં અપાયેલી બાહેંધરીના મુદ્દા

    1 - જે અરજદારોને રસીદ મેળવી લીધી છે પણ તેમને મેસેજ નથી મળ્યા તેમને શનિવાર સુધી મેસેજ મળી જશે.

    2 - પ્લેટ લગાવવા આવતી નાગરીકો સાથે મનસ્વી વર્તન નહી કરાય.

    3 - અરજદારોને બેસવા તથા પીવાના પાણીની વ્યવસ્થા ઉપલબ્ધ કરાશે.

    4 - મુન્દ્રા ખાતે તા.28-2થી મોટા વાહનો માટે એચએસઆરપી ફીટમેન્ટની કામગીરી કરાશે તો નાના વાહનો માટે આવતા સપ્તાહે ચાલુ કરાશે.

    5 - કંડલા ખાતે તાત્કાલીક નંબર પ્લેટ લગાવવાની કામગીરી માટે સુવિધા ઉભી કરવા આરટીઓએ સૂચના આપી છે.

    7 - સામખિયાળી ખાતે 24 કલાક હાઇસિક્યુરીટી નંબર પ્લેટ લગાવવાની કામગીરી કરાશે. જેમાં સવાર-સાંજ બે સિફ્ટમાં કર્મચારીઓ કામગીરી કરશે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending