ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » Gujarat » Bhuj » Mundra» બે દિ’થી હાઈવેના નાળા પર ટ્રેઈલરનો અડીંગો

  બે દિ’થી હાઈવેના નાળા પર ટ્રેઈલરનો અડીંગો

  DivyaBhaskar News Network | Last Modified - Feb 21, 2018, 05:00 AM IST

  ગાંધીધામ નજીક નેશનલ હાઈવે પર સોમવારના વહેલી સવારે ચાલકે સંભવીત રાજાપાઠની સ્થીતીમાં ટ્રેઈલર સાથે કારને...
  • બે દિ’થી હાઈવેના નાળા પર ટ્રેઈલરનો અડીંગો
   બે દિ’થી હાઈવેના નાળા પર ટ્રેઈલરનો અડીંગો

   ગાંધીધામ નજીક નેશનલ હાઈવે પર સોમવારના વહેલી સવારે ચાલકે સંભવીત રાજાપાઠની સ્થીતીમાં ટ્રેઈલર સાથે કારને અડફેટૅ લઈ નાળા પર ચડાવી નાખ્યુ હતુ. તેજ સ્થીતીમાં ટ્રૅઈલરને રાખી ચાલક નીશ્ચીંત બની ઉંઘમાં ગરક થઈ ગયો હતો તો કેબીનમાં દેશી દારુની ખાલી કોથળીઓ પણ દ્રશ્યમાન થઈ હતી. આશ્ચર્યજનક રીતે મંગળવારના મોડી રાત સુધી ટ્રેઈલર જેમની તેમ સ્થીતીમાં પડેલુ જોવા મળ્યુ હતુ અને પોલીસ ચોપડૅ આ અંગે કોઇ નોંધ થઈ નથી.

   કંડલા અને મુંદ્રા પોર્ટના કારણે દૈનિક ધોરણૅ હજારોની સંખ્યામાં ભારે વાહનોની આવન જાવન નેશનલ હાઈવે નં -8 પર રહે છે. દેશના વિભીન્ન ભાગોથી ડ્રાઈવરો કેટલીક વાર તેના અલગ અલગ વ્યસનોની બદીઓને પણ સાથે લઈ આવે છે. જેના કારણે પોર્ટના સૌથી નજીક વસેલા ગાંધીધામ સંકુલમાં તેની અસર પહોંચવાની સંભાવના રહે છે. આવોજ એક કિસ્સો સોમવારે જોવા મળ્યો હતો. વહેલી સવારના અરસામાં ટ્રેઈલર ચાલકે ગાંધીધામની શરુઆતે આવેલી નુરી મસ્જીદની સામે ઓવર બ્રીજ નજીક કારને ઠોકર મારી વાહનને નાળા પર ચડાવી દીધુ હતુ. ઘટના બાદ જાણે કંઈ ન થયુ હોય તેમ બપોરના તે કેબીનમાં ડ્રાઈવર સુતેલો જોવા મળ્યો હતો અને તેની આસપાસ ખાલી દેશી દારુની કોથળીઓ, નાસ્તાના પડીકા જોવા મળ્યા હતા. આશ્ચર્યજનક રીતે ઘટનાના બીજા દિવસે મંગળવારે પણ મોડી રાત સુધી ટ્રેઈલર તેજ અવસ્થામાં નેશનલ હાઈવે પર ફસડાયેલુ છે જે અંગે સબંધીત માલીક, પ્રશાસન કે પોલીસ દ્વારા કોઇ કાર્યવાહિ કરવાની તસ્દી લેવાઈ હોય તેવુ લાગતુ નથી. ઘટના અંગે પોલીસ ચોપડૅ પણ કશુ ચડ્યુ ન હોવાનું સુત્રોએ જણાવ્યું હતું.

   હાઇવે પર આડુ-ઉભું રહેલું ટ્રેઇલર અને નિંદ્રાધિન ડ્રાઇવર

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: બે દિ’થી હાઈવેના નાળા પર ટ્રેઈલરનો અડીંગો
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Gujarat

  Trending

  Top
  `