• Home
  • Gujarat
  • Bhuj
  • Mundra
  • મુન્દ્રાની શાળાના ત્રણ છાત્રો કરાટેમાં રાષ્ટ્રિયસ્તરે ઝળક્યા

મુન્દ્રાની શાળાના ત્રણ છાત્રો કરાટેમાં રાષ્ટ્રિયસ્તરે ઝળક્યા

મુન્દ્રાની કેલોરેક્સ પબ્લિક સ્કૂલના 3 છાત્રો રાષ્ટ્રિયસ્તરે કરાટેની સ્પર્ધામાં ઝળકતાં શાળા પરિવાર અને...

DivyaBhaskar News Network | Updated - Feb 24, 2018, 04:55 AM
મુન્દ્રાની શાળાના ત્રણ છાત્રો કરાટેમાં રાષ્ટ્રિયસ્તરે ઝળક્યા
મુન્દ્રાની કેલોરેક્સ પબ્લિક સ્કૂલના 3 છાત્રો રાષ્ટ્રિયસ્તરે કરાટેની સ્પર્ધામાં ઝળકતાં શાળા પરિવાર અને જિલ્લાનું ગૌરવ વધ્યું છે. અમદાવાદમાં કરાટેડ શુશુકાઇ શીટોરીયસ ઇન્ડિયા દ્વારા યોજાયેલી સ્પર્ધામાં ધો. 3ના નૂપુર ભટ્ટ, ધો. 5ના જેકીકુમાર અને ધો. 7ના રોકીકુમાર ઝળક્યા હતા. નૂપુરે અન્ડર-8માં કરાટે(ફાઇટ)માં પ્રથમ ક્રમ અને કરાટે (કાટા)માં બીજો ક્રમ મેળવ્યો હતો. જેકીકુમારે અન્ડર-11માં કરાટે (ફાઇટ)માં ત્રીજું સ્થાન અને રોકીકુમારે અન્ડર-14માં કરાટે(ફાઇટ)માં પ્રથમ અને કરાટે(કાટા)માં ત્રીજું સ્થાન મેળવ્યું હતું. ત્રણેય છાત્રોને મેડલ અને પ્રમાણપત્રથી સન્માનિત કરાયા હતા. શાળાના આચાર્ય દિનેશ જોષીએ અભિનંદન પાઠવ્યા હતા.

X
મુન્દ્રાની શાળાના ત્રણ છાત્રો કરાટેમાં રાષ્ટ્રિયસ્તરે ઝળક્યા
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App