Home » Gujarat » Bhuj » Mundra » ગાંધીધામમાં રોજ મહિલા વિના મૂલ્ય યોગ પ્રાણાયામ

ગાંધીધામમાં રોજ મહિલા વિના મૂલ્ય યોગ પ્રાણાયામ

Divyabhaskar.com | Updated - Feb 24, 2018, 04:55 AM

ગાંધીધામમાં રોજ મહિલા વિના મૂલ્ય યોગ પ્રાણાયામ પતંજલિ યોગ સમિતિ કચ્છ દ્વારા અંબાજી માતાજી મંદિરની બાજુમાં,...

  • ગાંધીધામમાં રોજ મહિલા વિના મૂલ્ય યોગ પ્રાણાયામ
    ગાંધીધામમાં રોજ મહિલા વિના મૂલ્ય યોગ પ્રાણાયામ

    પતંજલિ યોગ સમિતિ કચ્છ દ્વારા અંબાજી માતાજી મંદિરની બાજુમાં, બાલવાટિકા ગાર્ડન સર્કલમાં દરરોજ શાંજે સમય ૫ થી ૭ યોગ વર્ગ ચાલે છે. સંપર્ક:- ૯૪૨૭૧૭૮૦૫૪.

    રામકૃષ્ણ શારદા સેવાશ્રમ-અંજાર

    જનકલ્યાણ જીવદયા હેતુ રામકૃષ્ણ વિવેકાનંદ ભાવધારા પ્રાથના કેન્દ્ર ખાતે તા.24/2ના સાંજે 4 કલાકે સરસ્વતી ત્રિદેવી પૂજનનું આયોજન સ્વામી વિવેકાનંદ સ્કૂલ, નયા અંજાર ખાતે.

    માંડવીમાં મહિલાઓ માટે રકતપરીક્ષણ કેમ્પ

    જાયન્ટસ ગ્રૂપ ઓફ માંડવીના ઉપક્રમે દાતાના સહયોગથી તા.25/2ના બપોરે 2:30થી 5 દરમિયાન જાયન્ટસ ઇન્ટરનેશનલ ફેડરેશન 3બીના હિમોગ્લોબીન રકતપરીક્ષનો કેમ્પ શિવ-શાંતિ કિલનીક લાખાસર ચોક, માંડવી ખાતે યોજાશે. સંપર્ક મો.98259 12233.

    મુન્દ્રામાં ધ્યાન શિબિરનું આયોજન

    મુન્દ્રા રોટરી કલબ, દિવ્ય જીવન સંઘ તથા શિવાનંદ આશ્રમની શાંતિવન કોલોનીના સ્થાનીક એકમના સંયુકત ઉપક્રમે પ્રાણાયામ તથા ધ્યાન શિબિર તા.24/2થી 1/3 સુધી રોટરી હોલ ખાતે સાંજે 6:30થી 7:30 દરમિયાન યોજાશે તેમજ શાંતિવન કોલોની ખાતે સૂર્ય નમમ્સ્કા, સેન્ટર ઝવીયર્સ પાઠક સ્કૂલ, ,પીટીસી, બી.એડ તથા આર્ટસ-કોમર્સ કોલેજમાં સ્વામીજીના પ્રવચન યોજાશે. શિબિરમાં ભાગ લેવા સંપર્ક મો.94287 50547.

    નખત્રાણામાં દરરોજ વિનામૂલ્ય યોગ વર્ગ

    પતંજલિ યોગ સમિતિ કચ્છ દ્વારા અહી દરરોજ નીસુલ્ક યોગ પ્રાણાયામ વર્ગ નવાવાસ ગેટની સામે, આર્ય વેદ મંદિર, મધ્યે માં રોજ સવારે ૦૬:૦૦ થી ૦૭૩૦ ના યોગ વર્ગ માં નિષ્ણાત યોગ ટીચર દ્વારા ૧:૩૦ કલાક આ પેકેજ માં પુરા શરીર નો વ્યાયાયમ કરાવે છે. મો.૯૪૨૮૦ ૮૪૮૮૪.

    દાદા ભગવાન પ્રેરિત સત્સંગ - કુકમા

    તા.૨૪/૦૨ના સાજે ૫.૩૦ થી.૭.૦૦ વાગ્યા સુધી દાદા ભગવાન પ્ર્રેરીત સત્સંગ. ચૌહાણ ઘનશ્યામભાઈ કરમશીના નિવાસસ્થાન કુકમા મધ્યે.

    માનવ મંદિર ધર્મતીર્થ-બિદડા

    પંચાન્હીકા મહોત્સવ ચોથા દિવસે શનીવાવર સવારે 6:30 કલાકે ભકતામર સ્ત્રોતપ્રાર્થના, 7:30 કલાકે યક્ષરાજ બટુકભૈરવદેવની આરતી, મંગલાચરણ વ્યાખ્યાન-કળશ, પ્રત્યાખ્યાન, અતીથીઓ, તપસ્વી, દાતાઓનુ બહુમાન, લઘુગુરુદેવ જીવનના નાટીકા, સાંસ્કૃતિક કાર્યક્રમ, પ્રતીક્રમણ, ભક્તિભાવના, ચઢવા વિવિધ કાર્યક્રમો યોજાશે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending

વીડિયો વધુ જુઓ