Divya Bhaskar

Home » Gujarat » Bhuj » Mundra » ઇવીએમ રાખવા માટે ભુજમાં હવે ખાસ ગોડાઉન બનાવાશે

ઇવીએમ રાખવા માટે ભુજમાં હવે ખાસ ગોડાઉન બનાવાશે

Divyabhaskar.com | Updated - Feb 24, 2018, 04:55 AM

વિધાનસભા અને લોકસભાની ચુંટણી માટે ઉપયોગમાં લેવાતા ઇવીએમ એટલે કે ઇલેકટ્રોનીક વોટીંગ મશીનને સાચવીને રાખવા માટે...

 • ઇવીએમ રાખવા માટે ભુજમાં હવે ખાસ ગોડાઉન બનાવાશે
  વિધાનસભા અને લોકસભાની ચુંટણી માટે ઉપયોગમાં લેવાતા ઇવીએમ એટલે કે ઇલેકટ્રોનીક વોટીંગ મશીનને સાચવીને રાખવા માટે ભુજ ખાતે ખાસ ગોડાઉન બનાવવાનો નિર્ણય કરાયો છે. ચૂંટણીપંચના આદેશ અંતર્ગત ગુજરાતના તમામ જિલ્લાઓમાં આવા ગોડાઉન બનાવવા સબંધીત તંત્રોને સુચના આપવામાં આવી છે. રાજયમાં પ્રથમ તબકકે કચ્છ અને મહેસાણા જિલ્લામાં આવા ગોડા.ન બનાવવામાં આવનાર છે.

  કચ્છમાં વિધાનસભા અને લોકસભા ચુંટણીમાં ઉપયોગમાં લેવાતા ઇવીઅેમને હાલમાં લાલન કોલેજ ખાતેના સ્ટ્રોંગરૂમ ઉપરાંત કલેકટર કચેરીના બેઝમેન્ટમાં રાખવામાં આવે છે. આ જગ્યા કાયમી કયારેક થોડી મુશ્કેલી સર્જાતી હોય છે. માત્ર કચ્છજ નહિ રાજયના મોટાભાગના જિલ્લામાં આજ સમસ્યા સર્જાયેલી દેખાઇ રહી છે. થોડા સમય પૂર્વે કેન્દ્રિય ચુંટણીપંચે તમામ જિલ્લા ચુંટણી અધિકારીઓને ઇવીઅેમ રાખવા માટે અલાયદા ગોડાઉન બનાવવા સુચના આપી હતી.

  હાલમાં કચ્છ અને મહેસાણા જિલ્લામાં આવા ગોડાઉન બનાવવાને પ્રાથમિકતા અપાઇ છે. અને 50 લાખ રૂપિયાની ગ્રાન્ટ પણ માર્ગ મકાન વિભાગને ફાળવવા માટેની પ્રક્રિયા આરંભી દેવામાં આવી છે. નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી મેહુલ જોશીએ આપેલી વિગત અનુસાર ભુજના મુન્દ્રા રોડ પર સર્વે ભવનની બાજુમાં આ ગોડાઉન બનાવવા માટેની જગ્યા લગભગ નકકી કરી લેવાઇ છે.

  લોકસભા ચૂંટણી પૂર્વે ગોડાઉન બનાવવાનું આયોજન

  આગામી વર્ષ 2019માં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. ત્યારે અા ચૂંટણી યોજાય તે પૂર્વે ઇવીએમ રાખવા માટેનું અા ગોડાઉન બનાવી લેવાય તેવું આયોજન ઘડાઇ તો રહ્યું છે પણ હાલમાં ધીમી ગતિએ ચાલતી વહિવટી પ્રક્રિયાને જોતાં નિર્ધારીત સમયમાં આયોજનને પાર પાડવું થોડું અશકય લાગી રહ્યું હોવાનું વહિવટી સુત્રોએ વિગત આપતા જણાવ્યું હતું.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending