તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • કાંઠાળ ગામોમાં વીજ પ્રશ્નો નિવારવા રાજ્યમંત્રીની તાકીદ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાંઠાળ ગામોમાં વીજ પ્રશ્નો નિવારવા રાજ્યમંત્રીની તાકીદ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વીજમટેરીયલ માટે બજેટમાં 100 કરોડની જોગવાઇ હેઠળ કાંઠાળ વિસ્તારમાં પહેલી વખત 50 કરોડ ફાળવાયા છે, જેને અનુલક્ષી કચ્છમાં દરિયાઇ પટ્ટીના ગામોમાં યુદ્ધના ધોરણે બે માસમાં મેઇન્ટેનન્સ કામો પૂર્ણ કરવા મુન્દ્રામાં પીજીવીસીએલના અધિકારીઓ સાથે યોજાયેલી બેઠકમાં રાજ્યમંત્રીએ તાકીદ કરી હતી.

રાજ્યમંત્રી તારાચંદ છેડાએ ખેડૂતો અને આમ લોકોને કનડતા વીજ પ્રશ્નો બાબતે કહ્યું હતું કે, ઓછામાં ઓછી સમસ્યા થાય એવું વહીવટી અને ટેક્નિકલ માળખું નિર્માણ કરવું આવશ્યક છે. ભારતીય કિસાન સંઘ દ્વારા વાડી વિસ્તારમાં જર્જરિત વીજરેષા બદલવા, લો વોલ્ટેજ નિયત ધોરણે ખેડૂતોને ડબલ અને સિંગલ ફેઝ વીજળી મળવા, તૂટેલા વીજપોલી બદલવા સહિતની માગણી કરાઈ હતી.

પીજીવીસીએલના અધિક્ષક ઇજનેર પી.આર. વ્યાસે કચ્છના ઇતિહાસમાં અગાઉ નથી અપાયાં તેટલાં કનેક્શન હાલે અપાયાં છે, તેનો ઉલ્લેખ કરી યુદ્ધના ધોરણે વીજ પ્રશ્નો નિવારવા ખાતરી આપી હતી અને સ્થાનિક અધિકારીઓને લોક સહયોગ મેળવી કાર્યનો ત્વરિત નિવેડો લાવવા સ્થળપર સૂચના આપી હતી. પ્રાંત અધિકારી જે.વી. દેસાઇએ ટીમ માંડવી-મુન્દ્રા વતી રાજ્યમંત્રીનું સ્વાગત કર્યું હતું. પ્રસંગે મુન્દ્રા તાલુકા પંચાયત પ્રમુખ રણજીતસિંહ જાડેજા, તાલુકા ભાજપ પ્રમુખ વાલજી ટાપરિયા, ગિરીશ છેડા, ડોસલભાઈ ઉપસ્થિત હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો