• Gujarati News
  • ખાખરમાં 300 વર્ષથી અડીખમ ઊભો છે ઘેઘૂર વડલો

ખાખરમાં 300 વર્ષથી અડીખમ ઊભો છે ઘેઘૂર વડલો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નર્મદાનદીકિનારે કબિર વડ તો ઘણા લોકોએ જોયો હશે, તેની લંબાઇ-પહોળાઇથી તે પ્રચલિત બન્યો છે, ત્યારે કચ્છમાં પણ આવો મિનિ કબિર વડ જોવો હોય, તો મુન્દ્રા તાલુકાના મોટી ખાખર ગામે જવું પડે. સંભવત: કચ્છમાં એકમાત્ર 300 વર્ષોથી અડીખમ ઊભો છે. બબ્બે વાવાઝોડાં અને ગોઝારા ભૂકંપે તેને સામાન્ય નુકસાન તો પહોંચાડ્યું હતું, પરંતુ તે પડ્યો નહીં. ખરેખર, અદભુત અને વિશાળ એવા વડને જોવા જેવું છે.

માંડવી-મુન્દ્રા હાઇવે પર કાંડાગરા ગામ તરફ જતા 3 કિ.મી.ના અંતરે \\\"ટોડિયા વાડીમાં\\\' સુશીલાબેન શાંતિલાલ

...અનુસંધાનપાના નં. 6

માવજીછેડા મૂળ કાંડાગરાના અને મુંબઇને કર્મભૂમિ બનાવનારાની વાડીમાં વિશાળ 300 વર્ષ જૂનો વડ અડીખમ ઊભો છે. જેને 6 કિ.મી. દૂરથી જોઇ શકાય છે. વડની ઊંચાઇ 90 ફૂટ છે અને તેની પહોળાઇ (ઘેરાવો) 100 ફૂટ છે. વડ પર હજારો પક્ષી વાસ કરે છે. પક્ષીઓ માટે આશ્રયસ્થાન બન્યું છે.

ખેડૂત શાંતિલાલ વેલાણી વાડીમાં આવેલા વડની માવજત-દેખરેખ કરે છે. તેઓ સાતમી પેઢીથી હાલ વડની સેવા પૂજા કરી રહ્યાનું 103 વર્ષના તેમના હયાત માજી મૂલબાઇ રામજી પટેલ પાસેથી જાણવા મળ્યું. વર્ષમાં એકવાર વિદેશી યાયાવર પક્ષી નર-માદા વડ પર ત્રણ મહિના સુધી વસવાટ કરે છે. તેવું 103 વર્ષિય માજીએ જણાવ્યું હતું.

શાંતિલાલ પટેલ ખેડૂતે 300 વર્ષ જૂના વડ વિશે વધુમાં જણાવ્યું કે, વડને જોવા માટે 2001ના ભૂકંપ પછી વાડીના માલિક એવા સુશીલાબેન શાંતિલાલ છેડા પરિવારે વિજ્ઞાનિકોને સંશોધન માટે બોલાવ્યા હતા, ત્યારે વિજ્ઞાનિકોએ યંત્રોથી તપાસણી કરી હતી, તો વડના મૂળિયા 30 ફૂટ ઉંડા હોવાનું જાણવા મળ્યું હતું.

મોટી ખાખર ગામના સરપંચ મેઘજીભાઇએ જણાવ્યું હતું કે, વડ 300 વર્ષ જૂનો છે. મારી 7મી(સાતમી) પેઢી વડથી વાકેફ છે, તો પૂર્વ સરપંચ મહેશભાઇ જાડેજા (મોટી ખાખર)એ જણાવ્યું હતું કે, વડ 300 વર્ષ જૂનો છે, જે મુંબઇ વસતા જૈન પરિવારની વાડીમાં ઘટાકેદાર વડવાઇઓથી ઊભો છે. વડની વડવાઇઓ અને થડ સરખા થઇ ગયા છે. થડ ક્યાં છે, પણ ખબર પડતી નથી, તેવું તેમણે જણાવ્યું હતું, વધુમાં કચ્છમાં એકમાત્ર 300 વર્ષ જૂનો વડ છેનું તપાસ કરતાં જણાવાનું પૂર્વ સરપંચે જણાવ્યું હતું.

મોટી ખાખર અને ઘણા ગામડાઓના લોકો વડને \\\"પુનશીવાળા વડ\\\' તરીકે ઓળખે છે, 300 વર્ષ પહેલાં વૃક્ષપ્રેમી પુનશીભાઇ જૈને વડ વાવ્યો હતો, અને તેની માવજત કરી હતી, આજે વડ જાણીતો થયો છે. ખરેલા પાંદડાઓનો ખેતીમાં ઉપયોગ થાય છે તેમજ તેનો ઘણા દેશી વૈદ્યો વડવાઇઓનો આયુર્વેદમાં ઉપયોગ કરીને માનવ સ્વાસ્થ્ય સુધાર કરે છે.

ભૂકંપ અને વાવાઝોડામાં વડની ડાળીઓ ધ્વંશ થઇ હતી, પરંતુ વડની મૂળિયા ઉંડા હોવાથી તે પૂર્ણ ધ્વંશ નહોતો થયો, બીજા વૃક્ષોને ત્યારે ઘણું નુકસાન થયું હતું.

300 વર્ષના ઐતિહાસિક વડની વધુ માહિતી આપતાં શાંતિલાલભાઇએ જણાવ્યું હતું કે, વડનો જૂનો ચોપડો મુંબઇ વસતા જૈન પાસે સંગૃહિત છે, જેમાં વડની 300 વર્ષની ઇતિહાસની માહિતી તેમના પૂર્વજો લખી ગયા છેની \\\"દિવ્ય ભાસ્કર\\\'ને જાણકારી આપી હતી.

શાંતિલાલભાઇનો પરિવાર વડની બે ટાઇમ દેખરેખ અને તહેવારોમાં પૂજન-પાઠ કરે છે. કચ્છ, મુંબઇથી ઘણા વનસ્પતિ પ્રેમીઓ અને ઇતિહાસકારો વડને જોવા માટે આવી ગયા હોવાનું જાણવા મળ્યું છે.

અંતે.. કચ્છમાં તો ઘણુ જૂનું સંગ્રહાયેલું છે, પરંતુ આપણને જાણકારી હોતી નથી. વડના માવજત-દેખરેખ કરનારાને ધન્યવાદ, વૃક્ષ પ્રેમીઓ પાસેથી ઉદગારો નીકળ્યા હોવાનું જાણવા મળ્યું છે.

ત્રણ સૈકાના ઇિતહાસનો સાક્ષીછે અા વડલો

પાંદડા તોડવાની પણ છે મનાઇ

છેડાપરિવાર ક્યારેય વડને તોડવા દેતો નથી અને તેના પાંદડા પણ તોડવા પર મનાઇ ફરમાવી હોવાનું જાણવા મળ્યું છે. વડમાં હાલે પાંદડા ખરે છે, ફાગણ મહિનામાં નવા પાંદડા આવશે. વર્ષમાં બે વખત વડમાં નવા પાંદડા આવે છે, જે તેની વિશેષતા છે.

અૈતિહાસિક સંભારણું