• Gujarati News
  • ધ્રબ ગામની સીમમાં ~15 લાખની રેતીચોરી પકડાઇ

ધ્રબ ગામની સીમમાં ~15 લાખની રેતીચોરી પકડાઇ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુન્દ્રાતાલુકાના ધ્રબ ગામની સીમમાં લાંબા સમયથી ચાલતાં રેતીચોરી કૌભાંડનો ગતરાત્રે પશ્ચિમ કચ્છ એલસીબીએ પર્દાફાશ કરી એક શખ્સને ડમ્પર, લોડર મશીન તથા 16 ટન રેતી મળી કુલ 15 લાખના મુદામાલ સાથે પકડી પાડ્યો હતો. એલસીબીએ સીઆરપીસી 102 મુજબ કાર્યવાહી કરી સમગ્ર તપાસ ખાણ-ખનિજ વિભાગને હવાલે કરી છે.

સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર, પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચનો સ્ટાફ ગતરાત્રે મુન્દ્રા તરફ નાઇટ પેટ્રોલિંગમાં હતો, ત્યારે સબ ઇન્સ્પેક્ટરને ધ્રબ ગામની સીમમાં રેતીચોરીનું નેટવર્ક ચાલતું હોવાની માહિતી મળી હતી, જેના આધારે એલસીબીનો કાફલો મધરાતે બે વાગ્યે ધ્રબ સીમમાં ત્રાટક્યો હતો. સમયે ત્યાંથી પસાર થતાં એક ડમ્પરને અટકાવ્યું હતું, જેમાં 16 ટન રેતીનો જથ્થો હતો, જેથી ચાલક આસીફ લતીફ તુર્ક (20) પાસેથી માલના આધાર-પુરાવા માગ્યા હતા, પરંતુ રજૂ કરી શકતાં અંતે ચોરાઉ હોવાની માલૂમ પડતાં સીઆરપીસી 102 મુજબ 3200ની રેતી, એક ડમ્પર અને લોડર મશીન મળી કુલ 15,03,200નો મુદામાલ કબજે કર્યો હતો. પોલીસે તમામ માલ કબજે કરી સમગ્ર તપાસ ખાણ-ખનિજ વિભાગને હવાલે કરી છે.