• Gujarati News
  • National
  • મુન્દ્રા મામલતદાર સર્કલને RTI હેઠળ 10,000નો દંડ

મુન્દ્રા મામલતદાર- સર્કલને RTI હેઠળ 10,000નો દંડ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુન્દ્રા તાલુકાના લાખાપર ગામના આરટીઆઈ એક્ટિવિસ્ટે સ્થાનિક મામલતદાર સમક્ષ માહિતી અધિકાર અધિનિયમ હેઠળ માહિતી માંગી હતી જેની સૂચિત ખાતા દ્વારા પૂર્તિ કરવામાં ન આવતા તેમને દંડ ફટકારી માહિતી આયોગે ધાક બેસાડતી કામગીરી કરી હોવાના અહેવાલ સાંપડ્યા છે.

પ્રાપ્ત માહિતી મુજબ લાખાપરના અરજદાર પરેશ રતનશી નાગડાએ મુન્દ્રા મામલતદાર પાસેથી ઉદ્યોગલક્ષી માહિતી માંગી હતી.જે આપવામાં ન આવતા અરજદારે પ્રથમ અપીલ કરેલ હતી.પ્રથમ અપીલના હુકમમાં અરજદારે આપેલ માહિતી આપવા માહિતી અધિકારીને આદેશ કરાયો હતો.તેમ છતાં પણ માહિતી પ્રાપ્ત ન થતાં અરજદાર આયોગના શરણે ગયા હતા.ત્યાં અપીલ ચાલી જતાં આયોગે 14/2/18ના રોજ હુકમ જારી કરી માહિતી અધિકારી અને મામલતદાર તરીકે ફરજ બજાવતા એ જે ત્રિવેદી તથા તત્કાલીન જાહેર માહિતી અધિકારી અને પૂર્વ સર્કલ સોમાભાઈ સેનમાંને 10,000ના દંડનો ધાક બેસાડતો ચુકાદો આપતા સરકારી કચેરીમાં સોપો પડી ગયો છે.

આ સમગ્ર કાર્યવાહીમાં અરજદારના વકીલ રવિલાલ મહેશ્વરીએ કાયદાકીય જોગવાઈઓની છણાવટ કરી હતી.આમ આયોગે જાહેર માહિતી અધિકારીઓ વિરુદ્ધ ધાક બેસાડતો ચુકાદો આપી અરજદારોનો વિશ્વાસ કેળવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...