તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • મુન્દ્રા તાલુકામાં સરપંચપદ માટે 14 ગ્રામ પંચાયતો પર જંગ ખેલાશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુન્દ્રા તાલુકામાં સરપંચપદ માટે 14 ગ્રામ પંચાયતો પર જંગ ખેલાશે

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
બીજાતબક્કે મુન્દ્રા તાલુકામાં 17 ગ્રામપંચાયતોની ચૂંટણી જાહેર થતાં રાજકીય માહોલ ગરમાયો છે. જે પૈકી મોટી ખાખર,હટડી અને કુકડસર બીનહરીફ જાહેર થતાં હવે 14 ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાશે.

2 એપ્રીલના વાઘૂરા અને લફરા મળી બે પંચાયતો પર મતદાન થશે જેના પરીણામો 5 તારીખે જાહેર થશે.જયારે બીજા રાઉન્ડમાં 8 એપ્રીલના બાકીની બેરાજા,ભોરારા,ભદ્રેશ્વર,ગુંદાલા,રતાડીયા,કુંદરોડી,બગડા,મોટા કાંડાગરા,બારોઇ,દેશલપર(કંઠી),સીરાચા ગ્રામપંચાયતો પર મતદાન થશે.અને 11/4 ના મતગણતરીયા હાથ ધરાશે .

અત્રે ઉલ્લેખનીય છે કે ચૂંટણી અંગેનું જાહેરનામું બહાર પડતાંજ શહેર અને તાલુકાનું રાજકારણ ગરમાયુ છે.મુખ્ય મથક મુન્દ્રા ના પરા સમાન સમૃદ્ધ વિસ્તાર એવા બારોઇ ગ્રામપંચાયતની ચૂંટણીએ લોકો માં ઉત્કંઠા જગાવી છે.હાલ 6 સક્ષમ ઉમેદવારો સરપંચ પદઅંકે કરવા મેદાન માં છે ત્યારે સતા પક્ષ ભાજપ અને કોંગ્રેસ કયા ઉમેદવારને પ્રમોટ કરશે તેના પર બારોઇવાસીઓ ની મીટ મંડાયેલી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો