તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • મુન્દ્રાની મારામારીની ઘટનામાં ખૂનની કોશિશની કલમનો ઉમેરો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુન્દ્રાની મારામારીની ઘટનામાં ખૂનની કોશિશની કલમનો ઉમેરો

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મુન્દ્રાનાઅદાણી પોર્ટ નજીક રંગોલી પાર્કિંગ પાસે મારૂતિ હોટલ નજીક તા.13/3ના બનેલી મારામારીની ઘટના અંગે મુન્દ્રા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલા ગુનાની તપાસ દરમીયાન પીઆઇ આર.એન.વીરાણીના માર્ગદર્શન હેઠળ તા.16/3ના ત્રણ આરોપીઓની ધરપકડ કરી અને ગુનામાં ઉપયોગ થયેલી અલ્ટો ગાડી નં.જીજે-12-સીડી-9155 પણ કબજે લેવાઇ હતી.આ બનાવમાં ઇજા પામનાર હજી પણ ગંભીર હોવાથી આરોપીઓએ મારીનાખવાના ઇરાદે ગંભીર પ્રકારની ઇજાઓ કરેલી હોવાથી પોલીસે કેસમાં ખુનની કોશિશ સબંધે ઇપીકો કલમ 307નો ઉમેરો કર્યો છે.

ગુનાની ગંભીરતા ધ્યાને લઇ પોલીસે આરોપીઓની સખતાઇ પુર્વક આગવી ઢબે કડક પુછપરછ કરતાં જાણવા મળ્યું હતુ઼ કે અા બનાવ વખતે અલ્ટો ગાડી સિવાય અન્ય ત્રણ થી ચાર ગાડીઓમાં 1 થી 12 જેટલા ઇસમો હોવાની કેફિયત મળતાં દિશામાં ઉંડાણ પુર્વક તપાસ કરતાં અને વધુ તપાસ બાદ અન્ય આરોપીઓપૈકી મુન્દ્રાના મુસ્તાક રહેમતુલ્લા કકલ,વીનોદ ખીમજી ચાવડા અને સતાર ઉમર તુર્કની ધરપકડ કરવામાં આવી છે અને તેઓની પાસેથી મારૂતી એસ.એક્સ.ફોનર ગાડી નં.જીજે-12-એઇ-2239 કબજે લેવાઇ છે.તેમજ અન્ય આરોપીઓને તથા વાહનોને શોધી કાઢવા ચક્રો ગતિમાન કર્યા છે.

હુમલામાં વપરાયેલી કાર

ઇજા પામનારની હાલત ગંભીર હોતાં પોલીસે કલમોમાં સુધારા કર્યા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો