તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • તુઘલખાબાદ ICD શંકાસ્પદ ગતિવિધિ બાદ બંધ કરાયો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તુઘલખાબાદ ICD શંકાસ્પદ ગતિવિધિ બાદ બંધ કરાયો

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
તુઘલખાબાદ આઈસીડીમાં 40 શંકાસ્પદ કન્ટેનરોમાં ગેરકાનુની કાર્ગો હોવાની શંકાના આધારે વહિવટને બંધ કરી દેવાયો હતો. ડીઆરઆઈ સહિતની એજન્સીઓ દ્વારા તપાસનો દોર ધમધમી ઉઠ્યો હતો. આઈસીડીમાં કંડલા,મુંદ્રા સહિત દેશભરમાંથી કન્ટૅનરો જાય છે. અગાઉ આજ આઈસીડીમાંથી આવેલા કન્ટૅનરોમાંથી સિગારેટ્સ સહિતના દાણચોરીના કિસ્સા એજન્સીઓએ મુંદ્રામાં પકડી પાડ્યા હતા.

આંતરીક આધારભુત સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર દિલ્હી ખાતે આવેલા ઈનલેન્ડ કન્ટૅનર ડેપોટ, જે સામાન્ય રીતે તુઘલખાબાદ આઈસીડી તરીકે જાણીતંુ છે તેના પર સુરક્ષા એજન્સીઓ દ્વારા વોચ રખાઈ છે, 40 કન્ટૅનરો મારફતે ગેરકાનુની અને જોખમી કાર્ગો ઘુસ્યો હોવાની શંકાના આધારે વહીવટને ઠપ્પ પણ કરી દેવાયો છે. કન્ટૅનરો કચ્છના પોર્ટ્સ સહિત નાવા શીવા, ચેન્નાઈ, કલકતા સહિતના પોર્ટ્સથી કાર્ગો ટ્રેન અને રોડ મારફત તુઘલખાબાદ આઈસીડીમાં પહોંચે છે. ડિરેક્ટરોટ ઓફ રેવન્યુ ઈન્ટૅલીજન્સ દ્વારા કોઇ ભયજનક કાર્ગો કન્ટૅનરોમાં ઘુસ્યો હોવાની શંકાના આધારે કાર્યવાહી છે ત્યારે ક્યા પોર્ટમાંથી શંકાસ્પદ કન્ટૅનરો આવ્યા છે તે અંગે કોઇ વધુ સ્પષ્ટતા કરવામાં આવી નથી. અહીં નોંધવું રહ્યંુ કે, ગત વર્ષે મુન્દ્રા પોર્ટમાંથી દાણચોરી દ્વારા સિગારેટ્સનો જથ્થો ઈમ્પોર્ટ કરવા કે રક્ત ચંદન જેવા પ્રતિબંધીત કાર્ગોને એક્સપોર્ટ કરવાના કિસ્સાઓમાં તુઘલખાબાદ આઈસીડીના કન્ટૅનરો બહોળા પ્રમાણમાં સામે આવ્યા હતા. જેના કારણે ત્યાંની સુરક્ષા વ્યવસ્થા અને પ્રલાણી પર પ્રશ્નો પણ ઉઠવા પામ્યા હતા.

અગાઉ આવેલા કન્ટેનરો મુન્દ્રામાં પકડાયા હતા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો