તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • મરિન મરચન્ટ નેવીમાં પ્રથમવાર કચ્છી જૈન યુવકે કેપ્ટન પદ મેળવ્યું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મરિન મરચન્ટ નેવીમાં પ્રથમવાર કચ્છી જૈન યુવકે કેપ્ટન પદ મેળવ્યું

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વેપારઅને ઉદ્યોગો સાથે સંકળાયેલા જૈન સમાજમાં શિપમાં નોકરી કરવાનું સ્વપ્ને પણ વિચારાતું હોય તેવામાં મૂળ ભુજપુરના યુવકે મરિન મરચન્ટ નેવીમાં કેપ્ટન બનીને કચ્છી વીશા ઓસવાળ જ્ઞાતિજ નહીં પણ સમગ્ર ગુજરાતને પ્રથમ કપ્તાન બન્યાનું ગૌરવ અપાવ્યું છે.

વિશ્વભરના સમુદ્રી દેશોમાં 20 વર્ષ આયાત-નિકાસની કામગીરીનો અનુભવ લીધા બાદ મૂળ મુન્દ્રા તાલુકાના ભુજપુરના ચેતન દેવજી દેઢિયા નેવીમાં કેપ્ટન બનતા સૌપ્રથમ કચ્છી ગજ્જુ જૈન તરીકે તેમણે હોદ્દો મેળવ્યો છે. પિતા દેવજીભાઇએ 1955માં જૂની એસ.એસ.સી. પાસ કર્યા બાદ તેમણે નેવીમાં જવાનું સેવેલું સ્વપ્ન પૂરું થયું હતું, પણ તેને સાકાર કરવા માતા મંજુલાબેને પુત્ર ચેતનને મુંબઇ મૂકી સેન્ટ જોસફ સ્કૂલમાં અભ્યાસ કરાવ્યો હતો, જે સફળતાપૂર્વક સંપન્ન કરીને મર્કન્ટાઇલ નેવીનો કોર્સ કર્યા બાદ મિનિસ્ટ્રી ઓફ સરફેસ ટ્રાન્સપોર્ટની પરીક્ષા આપીને 20 વર્ષ સુધી શિપમાં ફરજ બજાવ્યાનું મીઠું ફળ મળ્યું હોય તેમ હવે કેપ્ટન બનવાનું ગૌરવ મળ્યું છે, તેમ તેમણે દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું.

ચેતનભાઇએ ઉમેર્યું હતું કે, 1998ની સાલમાં પ્રથમ કેડેટમાં જોડાયા બાદ થર્ડ ઓફિસર, સેકેન્ડ ઓફિસર, ચીફ ઓફિસર અને કેપ્ટનની પોસ્ટ અનુભવના આધારે મળતી હોય છે. હાલમાં આબુધાબી કતારમાં યુનેટાઇડ શીફુર કંપનીના બલ્ક કેરિયર કન્ટેનર સહિત

...અનુસંધાનપાનાનં.11

સાતશિપ પર ઓપરેશન હેડની જવાબદારી સોંપવામાં આવી છે.

માર્ચ-2016ના પરિવાર સાથે મુન્દ્રાના ભુજપર ખાતે કુળદેવી મામલ મા દેવીને શિશ ઝૂકાવ્યા આવ્યા હોવાનું કહેતાં વર્ષમાં એક વખત કચ્છ આવાનું મન ચોક્સ થાય છે, તેમ કહેતાં ઉમેર્યું હતું કે, થોડા સમય પહેલાં કચ્છ શક્તિ નેશનલ એવોર્ડથી સન્માન કરાયું હતું.

ભુજપુરના ચેતન દેઢીયા જે શીપમાં કેપ્ટન તરીકે છે તે જહાજની તસવીર.

વાણિયાનું શિપમાં કામ નહીંનું મેણુ ભાંગ્યું

શિપનીટ્રેનિંગના સમયમાં વાણિયા જોખમી કામો કરી શકે તેવું મેણું સાંભળનારા સાહસિક પિતાના પગલે શુદ્ધ શાકાહારી હોવાથી દાળ-ભાત ખાઇને પણ કેપ્ટન બનીને સમગ્ર જૈન સમાજનું ગૌરવ વધાર્યું છે, તેમ માંડવીના ધારાસભ્ય તારાચંદ છેડાએ કહ્યું હતું.

જોખમી નોકરીના કારણે જૈન યુવતી મળી

જૈનસમાજમાં વેપાર વાણિજ્યને અગ્રતા આપવામાં આવે છે, પણ જ્ઞાતિના લોકો સમુદ્રમાં સર્વિસ કરતા ભાગ્યે જોવા મળે છે. સંજોગોમાં ઉચ્ચ શિક્ષણ સાથે મોટો પગાર મળતો હોવા છતાં નેવીના કેપ્ટનને જૈન સમાજની યુવતી મળતાં અંજલિ નામની મહારાષ્ટ્રીયન યુવતી સાથે લગ્ન કર્યાં છે. તેમની શિમોન નામની બાળકી પરિવારમાં ખુશી વધારી રહી છે.

જોખમી નોકરીના કારણે જૈન યુવતી મળી

જૈનસમાજમાં વેપાર વાણિજ્યને અગ્રતા આપવામાં આવે છે, પણ જ્ઞાતિના લોકો સમુદ્રમાં સર્વિસ કરતા ભાગ્યે જોવા મળે છે. સંજોગોમાં ઉચ્ચ શિક્ષણ સાથે મોટો પગાર મળતો હોવા છતાં નેવીના કેપ્ટનને જૈન સમાજની યુવતી મળતાં અંજલિ નામની મહારાષ્ટ્રીયન યુવતી સાથે લગ્ન કર્યાં છે. તેમની શિમોન નામની બાળકી પરિવારમાં ખુશી વધારી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો