તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • માછીમારો આજે 15 ઓગસ્ટથી દરિયો ખેડશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માછીમારો આજે 15 ઓગસ્ટથી દરિયો ખેડશે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજયના1600 કીમી લાંબા દરિયામાં વર્ષ દરમિયાન વિવિધ જાતની પુષ્કળ માછલીઓ મળે છે અને માછીમારીનો ધમધમાટ ચાલુ રહે છે. દર વર્ષે 9 જુનથી 15 ઓગસ્ટ સુધી માછીમારી પર પ્રતિબંધ હોય છે.આ સમય માછલીઓના પ્રજનનનો અને ઇંડા મુકવાનો હોય છે.દરિયાઇ જીવની સુરક્ષા માટે ત્રણ મહિના બંદરો સુમસામ રહે છે.

આજે 15 ઓગસ્ટના પ્રતિબંધ પુરો થાય છે કચ્છના મુખ્ય બંદરો જખૌ, નારયણ સરોવર, ભદ્રેશ્વર, લુણી, મુન્દ્રા, માંડવી, કંડલા, નાના લાયજા, મોટા લાયજા, ત્રગડી વગેરે જેવા બંદરો પર માછીમારો દરિયો ખેડવાની તૈયારીમાં વ્યસ્ત દેખાય છે.બોટની મરામત, માછલી પકડવાની ઝાળ

...અનુસંધાનપાનાનં.11

ગુથવીઅને માછલીના સ્ટોરેજની વ્યવસ્થા કરવી જેવી વિવિધ પ્રવૃતિઓમાં મશગુલ જોવા મળે છે.

જખૌ બંદર માછીમારી માટે મોટું અને મહત્વનું ગણાય છે. અહિ સ્થાનિક તેમજ બહારથી પણ માછીમારો આવે છે.જામનગર, ઇલાયા, વેરાવળ, દિવ, માંગરોળ વગેરે બંદરોથી માછીમારો અહિ માછીમારી કરવા આવે છે અને હંગામી નિવાસ બનાવે છે.આ સિઝન દરમિયાન જખૌ બંદરે 7 થી 8 હજારની વસ્તીથી ધમધમતુ રહે છે.

1 જુને ઓફ સિઝન શરૂ થાય ત્યારે માછીમારો પોતાની બોટને ક્રેઇન દ્વારા દરિયાની બહાર કાઢી સલામત જગ્યાએ રાખે છે અને સિઝન આવતા ફરી પાછી ક્રેઇનથી બોટને દરિયામાં ઉતારે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો