• Gujarati News
  • National
  • મુન્દ્રામાં તાંબાની 9 પ્લેટોની ચોરીના કેસનો ભેદ એલસીબીએ ઉકેલ્યો

મુન્દ્રામાં તાંબાની 9 પ્લેટોની ચોરીના કેસનો ભેદ એલસીબીએ ઉકેલ્યો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુૃન્દ્રામાંઆવેલા અદાણી બંદરના સાઉથ પોર્ટ ખાતે ગત 25 મેની રાતે વિદ્યુત સબ સ્ટેશનમાંથી 3 લાખના મુદામાલની ચોરીને અંજામ આપનારા આરોપીઓને પશ્ચિમ કચ્છ ભુજ એલસીબીએ ઝડપી પાડી ચોરીનો ભેદ ઉકેલ્યો હતો.

પશ્ચિમ કચ્છ પોલીસ વડાના આદેશથી એલસીબી પીઆઇ એમ.જે. આલના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ વાય.બી. ગોહિલ તથા સ્ટાફના માણસોએ મુન્દ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગુનાઓ શોધવા પેટ્રોલિંગમાં હતા, તે દરમિયાન મળેલી સચોટ બાતમીના આધારે મુન્દ્રા ઝીરો પોઇન્ટથી વિલમાર કંપની વચ્ચે આવેલા ભંગારના વાડા ઉપરથી વાડાના માલિક અઝીમ આમદ સુમરાને તાંબાની પ્લેટો વેચવા માટે આવેલા પંકજ મનજીત સૌખંલે તથા મનિષ કેદારસિંઘ રાજપુત 9 પ્લેટ (કિંમત 18 હજાર)ના મુદામાલ સાથે પકડી પાડ્યા હતા. આરોપીઓની પૂછતાછમાં પ્લેટો અદાણી બંદરના સાઉથ પોર્ટમાં આવેલા વિદ્યુત સબ સ્ટેશનમાંથી ચોરી કરી હોવાની કબૂલાત આપી હતી.

ત્રાંબાના ભંગારના મુદ્દામાલ સાથે પકડાયેલા ત્રણ આરોપી તથા ભુજ એલસીબીની ટીમ તસવીરમાં નજરે પડે છે.

અન્ય સમાચારો પણ છે...