• Gujarati News
  • National
  • વવારના ઈસમને દારૂને ગુના સબબ તડીપાર કરાયો

વવારના ઈસમને દારૂને ગુના સબબ તડીપાર કરાયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુન્દ્રા-તાલુકાનાવવાર ગામના એક ઈસમને દારૂ સંદર્ભની ગેરકાયદેસરની પ્રવૃતીઓ ધ્યાને લઇ એક વર્ષ માટે પૂર્વ અને પશ્ચિમ કચ્છ સહીત બનાસકાંઠા,પાટણ,સુરેન્દ્રનગર સહીત પાંચ જીલ્લામાંથી તડીપાર જાહેર કરાયો છે.

પોલીસ સુત્રોમાંથી પ્રાપ્ત થતી માહિતી મુજબ રામ વિરમ ગઢવી દ્વારા દારૂની પ્રવૃત્તિ વધી જતા તને ધ્યાને લઇ નિર્ણય લેવાયો હતો. માંડવી મુન્દ્રાના સબ ડીવીજનલ મેજીસ્ટ્રેટ દ્વારા અંગે કરાયેલ દરખાસ્તને ગ્રાહ રખાતાં સ્થાનીક પોલીસે આરોપીને પકડી હુકમની બજવણી કરી હતી,અને એક વર્ષ માટે હદપાર કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, જિલ્લામાંથી અનેક લોકો દ્વારા વારંવાર ગેરકાયદે પ્રવૃત્તિઓ કરાતી હોવાથી અંતે તંત્ર દ્વારા બદીને નાબુદ કરવા માટે પાસા તળેનો નિર્ણય લેવાતો હોય છે.

અન્ય સમાચારો પણ છે...