તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • MLAના ભાઇ પરના હુમલાની વાત ઉપજાવેલી

MLAના ભાઇ પરના હુમલાની વાત ઉપજાવેલી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીધામનાધારાસભ્ય રમેશ મહેશ્વરીના ગુરુબંધુ અશોક મહેશ્વરી પર મુન્દ્રામાં તેમની ઓફિસમાં બૂકાનીધારીઓ દ્વારા કરાયેલા હુમલાની વાત હિતશત્રુઓ દ્વારા ફેલાવવામાં આવી હતી. જે માધ્યમો મારફતે સમાજને ગેરમાર્ગે દોરનારી સાબિત થઇ હતી. હકીકતમાં આવી કોઇ ઘટના બની હોવાનું બહાર આવ્યું હતું. અશોકભાઇએ જણાવ્યું હતું કે, તેમના પરિવારમાં દુ:ખદ પ્રસંગ બની જવાના કારણે તેઓ તથા પરિવાર હાલમાં તેમાં રોકાયેલો છે. મુન્દ્રા ખાતે કિંગ પ્લાઝાની ઓફિસ રવિવારે પણ બંધ રહી હતી, તેમ છતાં કોઇ વિઘ્નસંતોષીએ પાયાવિહોણી વાત ઉપજાવી કાઢી હતી. આના કારણે સમાજમાં પણ લોકો ગેરમાર્ગે દોરાયા હતા અને ચિંતાની લાગણી ઉભી થઇ હતી.

અન્ય સમાચારો પણ છે...