• Gujarati News
  • National
  • દેશનું રખોપું કરતા સંત્રીઓને શુદ્ધ પેયજળ માટે 28 વોટર પ્યૂરીફાયર

દેશનું રખોપું કરતા સંત્રીઓને શુદ્ધ પેયજળ માટે 28 વોટર પ્યૂરીફાયર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દેશનાછેવાડે સરહદ પર રખોપું કરતાં જવાનોને શુદ્ધ પેયજળ મળી રહે તે ઉદ્દેશથી કચ્છ જિલ્લા વિકાસ સમિતિએ 28 વોટર પ્યૂરીફાયર આપ્યા હતા, તો સરહદ પર હરિયાળી વધે તે હેતુથી વૃક્ષોના રક્ષણ કાજે 2500 ટ્રી-ગાર્ડ પણ દાતાઓના સહયોગથી અપાયા હતા. ભુજ-મુન્દ્રા રોડ પર આવેલા બીએસએફ બટાલીયન 108ના અધિકારીઓ સાથે ‘કચ્છી હિન્દી પાઠાવલિ’ પુસ્તકનું વિમોચન કર્યું હતું.

કચ્છ જિલ્લા વિકાસ સમિતિના પ્રમુખ અરવિંદ જોષીના જણાવ્યા મુજબ દેશની 24 કલાક ખડેપગે સેવા કરતા જવાનોની તંદુરસ્તી જળવાઈ રહે તેવા શુભાષયથી કોટેશ્વર, અકરી, લખપત વગેરે અંતરિયાળ ચોકીઓ પર કુલ 28 જળ શુદ્ધિકરણના પ્લાન્ટ દાતાઓના સહયોગથી અપાયા છે. આમ જનતાને પણ ઉપયોગી થઈ શકે તે માટે નારાયણ સરોવર અને ભુજ સીમા સુરક્ષા દળના જવાનોની દેખરેખ હેઠળ પ્લાન્ટ મુકાયા છે.કાર્યક્રમમાં માંડવી નાયબ મામલતદાર વી.કે. સોલંકી, બી.એસ.એફ.ના કમાન્ડિંગ ઓફિસર અતુલ યાદવ, હિરેન ગાલા, ચંદ્રકાંત મોતા, ઉત્કર્ષ, અનિલ કુમાર, વિજેન્દ્રસિંહ હાજર રહ્યા હતા.

બુક વિમોચન કરી રહેલા આગેવાનો

કચ્છ વિકાસ સમિતિએ 6 માસમાં 2500 ટ્રી-ગાર્ડ આપ્યા

અન્ય સમાચારો પણ છે...