ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » Gujarat » Bhuj » Mundra» ગેલડાના મંદિરમાં ચોરી કરનાર ઝડપાઈ ગયો

  ગેલડાના મંદિરમાં ચોરી કરનાર ઝડપાઈ ગયો

  DivyaBhaskar News Network | Last Modified - Apr 01, 2018, 04:25 AM IST

  લખપત તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખના પરિવારને નડયો અકસ્માત બુધવારે બન્યો હતો ચોરીનો બનાવ: ચોરીનો મુદામાલ...
  • ગેલડાના મંદિરમાં ચોરી કરનાર ઝડપાઈ ગયો
   ગેલડાના મંદિરમાં ચોરી કરનાર ઝડપાઈ ગયો
   ગેલડા સ્થિત વાંકલમાતાના મંદિરમાં તસ્કરી કરનાર ગામના જ આધેડ આરોપીને મુન્દ્રા પોલીસે દબોચી લઇ તેની પાસેથી ચોરીનો મુદામાલ રિકવર કરી લીધો હતો. મુન્દ્રા પોલીસ મથકેથી મળેલ માહિતી અનુસાર ગત બુધવારના ગેલડામાં આવેલ વાંકલમાતાના ખુલ્લા મંદિરમાંથી ચોરીનો બનાવ બન્યો હતો.ચોરીની આ ઘટનામાં ગેલડાંનાજ રહેવાસી એવા આરોપી હેમુભા અજુભા સોઢાને બાતમીના આધારે પોલીસે શુક્રવારની મોડી સાંજે પકડી પાડયો હતો. પોલીસની પુછતાછમાં આધેડ આરોપીએ મંદિરમાંથી 5000રૂ કિંમતનું સોનાનું છત્તર દાનપેટીમાં રહેલ 5000ની રોકડ , 2000 રૂપિયાનો ઘીનો ડબ્બો અને 240રૂના ચોખા સહીત કુલ્લ 12240રૂાના મુદ્દામાલની ઉઠાંતરી કરી હોવાની કેફીયત આપી હતી. પોલીસે ચોરાઉ માલ રિકવર કર્યા બાદ તેની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.ઉપરોક્ત કામગીરીમાં પીઆઇ જલુના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ પરમાર, પીએસઆઇ બારીયા એએસઆઇ કાનજીભાઈ આહીરસહિતનો સ્ટાફ જોડાયા હતા.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: ગેલડાના મંદિરમાં ચોરી કરનાર ઝડપાઈ ગયો
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Gujarat

  Trending

  Top
  `