દેવપર નજીક કાર પલ્ટી: 7 લોકોને ઇજા, 1ને ભુજ ખસેડાયો

દેવપર નજીક કાર પલ્ટી: 7 લોકોને ઇજા, 1ને ભુજ ખસેડાયો

DivyaBhaskar News Network

Apr 01, 2018, 04:25 AM IST
નખત્રાણા તાલુકાના દેવપર નજીક લખપત તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખના પરિવારને અકસ્માત નડયો હતો. ગંભીર ગણી શકાય તેવી માર્ગ અકસ્માતની આ ઘટનામાં 7 લોકોને ઇજા પહોંચી હતી. જે પૈકી એકને વધુ સારવાર માટે ભુજ ખસેડાયો હતો.

લખપત તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અલીમામદ જત અને તેમના પરિવારના અન્ય સભ્યો ભુજથી એક કામ પતાવી દયાપર તરફ જઇ રહ્યા હતા ત્યારે દેવપર પાસે અકસ્માતની આ ઘટના ઘટી હતી. કારચાલકે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા દેવપર પાસે આ કાર એક નહિ 3 વાર પલ્ટી મારી ગુડથલું ખાઇ ગઇ હતી. આ ઘટનામાં મીઠુભાઇ આચાર, અયુબ કાદર, આમદ મુસા, મુસા આચાર, અબ્દુલ સાલે,કાસમ હાજી હુસેનને ઇજા પહો઼ચી હતી.

દરમિયાન તરા મંજલ નજીક શુક્રવારે રાત્રે સર્જાયેલી અકસ્માતની ઘટનામાં છોટા હાથીએ મોટર સાઇકલને ટકરર મારતાં બાઇક સવાર ગની ફકીરમામદ કુંભારને ફ્રેકચર સહિતની ઇજા પહોંચી હતી. બનાવ અંગે નખત્રાણા પોલીસ મથકે છોટા હાથી ચાલક જુમા મામદ ચાકી ફરિયાદ નોંધાતા આગળની તપાસ આદરાઇ હતી.

X
દેવપર નજીક કાર પલ્ટી: 7 લોકોને ઇજા, 1ને ભુજ ખસેડાયો

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી