તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • બાળ તંદુરસ્તી માટે પ.કચ્છ પોલીસનું ઓપ. ‘મહામતિ’

બાળ તંદુરસ્તી માટે પ.કચ્છ પોલીસનું ઓપ. ‘મહામતિ’

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પશ્ચિમકચ્છ જિલ્લાના દરેક ગામમોમાંથી બાળકોનું સ્વાસ્થ્ય તંદુરસ્ત રહે તે હેતુથી પોલીસ દ્વારા ઓપરેશન મહામતિ સેવા શરૂ કરવામાં આવી છે, જેમાં સોફ્ટવેર દ્વારા રજિસ્ટ્રેશન થયેલા નવજાત શિશુથી 12 વર્ષ સુધીના બાળકોને સમયસર રસી આપવા માટે ઇમ્યુનાઇઝ શિડ્યુઅલ દ્વારા તેમના વાલીઓને એસએમએસ દ્વારા ક્યારે રસી અપાવવી તેની જાણકારી આપવામાં આવશે.

અંગે પશ્ચિમ કચ્છ પોલીસ વડા મકરંદ ચૌહાણે બુધવારે નવી શરૂ કરેલી સેવા અંગે જણાવતાં કહ્યું હતું કે, પશ્ચિમ કચ્છમાં બાળકોનું આરોગ્ય તંદુરસ્ત રહે તેમાટે પોલીસે બીડું ઝડપ્યું છે, જેમાં એક મોબાઇલ ખરીદીને તેમાં 1239 બાળકોની યાદી તૈયાર કરવામાં આવી છે, જેમાં એસપી કચેરી દ્વારા 90 તથા ભુજ બી ડિવિઝન દ્વારા 110, મુન્દ્રામાં 50, મુન્દ્રા મરીનમાં 80, માંડવીમાં 109, ખાવડામાં 100, ગઢશીશામાં 141, નખત્રાણામાં 196, નરામાં 100, જખૌમાં 24, જખૌ મરીનમાં 39, નલિયામાં 100.

યાદીમાં આવતા બાળકોને રસી અાપવા માટે તેમના વાલીની કે ગામના સરપંચને ફોન કરી પોલીસ દ્વારા જાણ કરવા આવશે. ઉપરાંત સેવાનો લાભ લેવા ઇચ્છતા લોકોએ પોતાના મોબાઇલ પરથી ઇમ્યુનાઇઝ બાળકનું પેટનામ તથા બર્થ ડેટ ટાઇપ કરી 566778 પર એસએમઅેસ કરી રજિસ્ટ્રેશન કરવવાનું રહે છે.

પોલીસે સેવા માટે ખરીદેલા મોબાઇલ 70692 83299નો ઉપયોગ સેવા માટે કરવામાં આવનારો છે, નવી શરૂ કરેલી યોજનામાં કચ્છના છેવાડાના ગામોને આવરી લેવામાં આવશે, જેને કારણે દરેક બાળકને સમયસર રસી મળી રહે અને બાળકનું આરોગ્ય તંદુરસ્ત રહે, તેવી ભાવના સાથે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...