• Gujarati News
  • National
  • ટુંડાના મોર ઢંવાનો નાશ કરવા મુદ્દે અદાણીને સુપ્રીમ દ્વારા નોટિસ

ટુંડાના મોર ઢંવાનો નાશ કરવા મુદ્દે અદાણીને સુપ્રીમ દ્વારા નોટિસ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુન્દ્રાતાલુકાના ટુંડા અને ઝરપરાના દરિયાકિનારા વચ્ચે આવેલા મોર ઢુંવા તરીકે ઓળખાતા વિસ્તારને અદાણી કંપનીએ તોડી પાડી જમીન સમાંતર કરી નાખી હોવાના આક્ષેપ સાથે પ્રથમ ગુજરાત હાઇકોર્ટમાં ધા નાખનારા અરજદારે રાજ્યની અદાલતે આપેલા ચુકાદા તરફે અસંતોષ દર્શાવી સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા, જ્યાં બુધવારે સુનાવણી દરમિયાન સર્વોચ્ચ અદાલતે ત્રણ અઠવાડિયામાં કંપનીને હાલની પરિસ્થિતિમાં ઢુંવા સંબંધીત અહેવાલો રજૂ કરવાનો આદેશ કર્યો છે. 2013ની સાલમાં જાહેરહિતની અરજી કરનારા શિરાચાના પ્રવીણસિંહ ભુરૂભા ચૌહાણે અદાલત સમક્ષ કંપનીએ સુનામી અને વાવાઝોડાંની કુદરતી હોનારતો સામે રક્ષણ આપનારા તથા અસંખ્ય દરિયાયી વનસ્પતિનું અસ્તિત્વ ધરાવતા 15 મીટર ઉંચા તથા અડધો કિમીની લંબાઈ સાથે અંદાજીત 300 હેક્ટરમાં વિસ્તરેલા મોરઢુંવાનો નાશ કરી નાખ્યો હોવાનો આક્ષેપ કર્યો છે. તેમના દાવાને હાઇકોર્ટે નકારીને કાઢી નાખતા અરજદાર સુપ્રીમમાં ગયા છે, હવે કંપનીને અદાલતના ફરમાનને પગલે હાલની પરિસ્થિતિનો અહેવાલ 21 દિવસમાં રજૂ કરવાનો છે.

અન્ય સમાચારો પણ છે...