Home » Gujarat » Bhuj » Mundra » પ્રભુદર્શન રોડનું લાખોનું કામ અટકાવી દેવાયું?

પ્રભુદર્શન રોડનું લાખોનું કામ અટકાવી દેવાયું?

Divyabhaskar.com | Updated - Feb 23, 2018, 04:25 AM

ગાંધીધામ પાલિકા દ્વારા કરવામાં આવતા કામોમાં અવારનવાર કાંઇકને કાંઇક વાદ-વિવાદ ઉભા થતા હોય છે. રામબાગ રોડ પર...

  • પ્રભુદર્શન રોડનું લાખોનું કામ અટકાવી દેવાયું?

    ગાંધીધામ પાલિકા દ્વારા કરવામાં આવતા કામોમાં અવારનવાર કાંઇકને કાંઇક વાદ-વિવાદ ઉભા થતા હોય છે. રામબાગ રોડ પર રોડના કામમાં નબળા કામની ફરિયાદ ઉઠી હતી. ત્યાર બાદ હીરાલાલ પારખ સર્કલથી એરપોર્ટ સુધીના રસ્તાના કામમાં પણ ખાડા પડી ગયાની ફરિયાદ કરવામાં આવી હતી. આ ઉપરાંત અન્ય કામોમાં પણ વખતો વખત પ્રશ્નો ઉભા થાય છે. દરમિયાન પ્રભુદર્શન હોલથી મુન્દ્રા સર્કલ સુધીના રસ્તાના કામમાં ક્વોલિટી મેઇન્ટેન થતી ન હોવાની ફરિયાદ ઉઠ્યા પછી ભાજપના આગેવાનો દ્વારા આ કામ અટકાવી દેવામાં આવ્યાની માહિતી મળી રહી છે.

    પાલિકા દ્વારા લાખો રૂપિયાના ખર્ચે કરવામાં આવી રહેલા કામોમાં કાંઇકને કાંઇક નવાજૂની થતી હોય છે. કેટલાક કામોમાં વ્યવસ્થીત રીતે કામગીરી થાય છે. જ્યારે કેટલાક કામોમાં માત્ર લોટ, પાણીને લાકડાની પદ્ધતિ અજમાવવામાં આવતી હોય તેવી સ્થિતિ ઉભી થતી હોવાની બૂમરાડ લોકોમાંથી ઉઠતી હોય છે. લાખો રૂપિયાના ખર્ચે કરવામાં આવતા કામોમાં રસ્તાના કામો માં થઇ રહેલી નબળાઇ અંગે પાલિકા દ્વારા બહુ ઉહાપોહ થાય તો કોન્ટ્રાક્ટરને નોટિસ આપીને સંતોષ માની લેવામાં આવે છે. હાલ પ્રભુદર્શન હોલથી મુન્દ્રા સર્કલ તથા અન્ય આસપાસના બે ટુકડે થઇ રહેલા રસ્તાના કામમાં ક્વોલિટી જળવાતી નથી. તે સહિતની ફરિયાદ ઉઠી હતી. આ બાબતે થર્ડ પાર્ટીને જાણ કરીને પંચનામું કરી અન્ય પાર્ટીને રીપોર્ટ કરવા માટે માગણી કરવામાં આવી છે. ભાજપના જ આગેવાનો દ્વારા કરવામાં આવેલી આ માગણી પછી રાજપૂત કન્ટ્રકશનના કામ અટકાવવામાં આવ્યા બાદ હવે શું થાય છે તેની ઉપર પાલિકાના વર્તુળોની મીટ મંડાણી છે.

    ઉચ્ચ અધિકારીની ગેરહાજરીનો વિવાદ

    પાલિકામાં આજે ચીફ ઓફિસર નીતિન બોડાતને આ બાબતે ફરિયાદ કરવા માટે લોકો આવ્યા હતા. પરંતુ ચીફ ઓફિસર ઓફિસમાં ન હોવાથી તેની સમક્ષ રજૂઆત થઇ શકી ન હતી. સિટી ઇજનેર જુરાણી પણ પાલિકામાં હાજર ન હતા. હવે આ ઉભા થયેલા વિવાદમાં પાલિકાના અધિકારીઓ તપાસ કરે છે કે કેમ તે પ્રશ્ન છે. ઉલ્લેખનીય છે કે, ચીફ ઓફિસર બોડાત અવારનવાર ઓફિસમાં પણ હાજરી આપતા ન હોવાની ફરિયાદ ઉઠે છે. મોબાઇલ પણ ઉપાડવાની તસ્દી લેતા ન હોય તેવો સૂર ઉઠી ચૂક્યો છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending

વીડિયો વધુ જુઓ