ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Gujarat » Bhuj » Mundra» ટોડામાં ઘરમાંથી રસ્તો કાઢવા મુદે પાડોશીઓએ 8 જણાને માર્યા

    ટોડામાં ઘરમાંથી રસ્તો કાઢવા મુદે પાડોશીઓએ 8 જણાને માર્યા

    DivyaBhaskar News Network | Last Modified - Feb 23, 2018, 04:25 AM IST

    મુન્દ્રા તાલુકાના ટોડા ગામે ઘરના આંગણામાંથી રસ્તો કાઢવા મુદે મનદુખ રાખી પાડોશીઓએ ભેગા મળી મહિલાઓ સહિત 8 જણાઓને...
    • ટોડામાં ઘરમાંથી રસ્તો કાઢવા મુદે પાડોશીઓએ 8 જણાને માર્યા
      ટોડામાં ઘરમાંથી રસ્તો કાઢવા મુદે પાડોશીઓએ 8 જણાને માર્યા
      મુન્દ્રા તાલુકાના ટોડા ગામે ઘરના આંગણામાંથી રસ્તો કાઢવા મુદે મનદુખ રાખી પાડોશીઓએ ભેગા મળી મહિલાઓ સહિત 8 જણાઓને ધોકા લાકડીથી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો, પોલીસે આરોપીઓ વિરૂધ રાયોટીંગનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

      ટાેડા ગામે રહેતા નૂરમામદ જાનમામદ લંધાની ફરિયાદને ટાંકીને પોલીસે જણાવ્યું હતું કે, મારા મારીનો બનાવ બુધવારે સવારે અગ્યાર વાગ્યાના અરસામાં બન્યો હતો, આંગણામાંથી રસ્તો કાઢવાનું મનદુખ રાખીને તૂફાન ગાડીમાં આવેલા જાસ્મીન ગફુર રાયમા, જુબેર ગફુર રાયમા, શબ્બીર ગફુર રાયમા, સલીમ ગની રાયમા, હાજી ગની રાયમા અને તેમની સાથે આવેલા અન્ય ચાર અજાણ્યા ઇસમો રહે તમામ માંડવીવાળાઓએ ગેર કાયદે મંડળી રચીને મરીમય લંધા, નૂરમામદ લંધા, સુલેમાન લંધા, કુસુમબેન લંધા, રોશનબેન લંધા અને ઇબ્રાહિમ લૈધાને લાકડી ધોકા વડે ફટકારી જાનથી મારી નાખવાની ધમકી આપતા સ્થાનિક પોલીસે આરોપીઓ વિરૂધ રાયોટીંગનો ગુનો નોંધી પીએસઆઇ ટી.એચ. પરમારે ઘટના સબંધિત તપાસ હાથ ધરી છે.આ બનાવમાં ઇજાગ્રસ્ત મરિમબેન અને સલમાબેનને મુન્દ્રા સરકારી દવાખાનામાં સારવાર અપાયા બાદ વુધ સારવાર માટે ભુજ જી.કે.જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

      પોલીસે આરોપી વિરૂધ રાયોટીંગનો ગુનો નોંધી તપાસ હાથ ધરી : આઠ પૈકી બે મહિલાઓને સારવાર માટે ભુજ ખસેડાઇ

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: ટોડામાં ઘરમાંથી રસ્તો કાઢવા મુદે પાડોશીઓએ 8 જણાને માર્યા
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Gujarat

    Trending

    Top
    `