તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કચ્છમાં આજે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રોટરી ક્લબની સાપ્તાહિક બેઠક

તા.9/9ના રાત્રે 8 કલાકે રોટરી હોલ મધ્યે ક્લબ એસેમ્બલી આસી. ગવર્નર વિમલ મહેતાના અધ્યક્ષ સ્થાને બેઠક.

કચ્છજિલ્લા પેન્શનર્સ એસોસિયેશન

તા.11/9ના સાંજે 5:30થી 6:30 દરમિયાન ગાયત્રી હવન જિલ્લા પેન્શનર્સ કાર્યાલય, મહાદેવ નાકા પાસે દરેક સભાસદભાઇ બહેનોની ઉપસ્થિતીમાં.

ભુજતાલુકા સમસ્ત બ્રહ્મસમાજ

તા.4/9ના યોજાયેલ સરસ્વતી સન્માન સમારોહમાં ઇનામ લેવાના બાકી રહી ગયા હોય તેઓએ બ્રહ્મસમાજ છાત્રાલય, શીવકૃપા નગર, માંડવી ઓકટ્રોય સામે, ભુજથી સાંજે 5થી 7 દરમિયાન તા. 14/9 સુધી (શનિવાર-રવિવાર સિવાય)માં મેળવી લેવા.

કચ્છસેવક (બ્રાહ્મણ) જ્ઞાતિ મહિલા મંડળ

તા.11/9ના સાંજે 4થી 6 દરમિયાન ગરબા હરીફાઇના આયોજન અંગે મીટિંગ સેવક સમાજવાડી ખાતે. તમામ સભ્યોની ઉપસ્થિતીમાં.

ચા.મ.કા.મોઢ બ્રાહ્મણ

તા.10/9ના સાંજે 5 કલાકે ખેડોઇ ગોત્રના ત્રવાડી, ત્રિવેદી, ત્રિપાઠી પરિવારોની મીટિંગ રામેશ્વર મંદિર, મોઢ શેરી, ભુજ મધ્યે.

ગઝલગરીમાની બેઠક

તા.12/9ના સાંજે 6 કલાકે ગઝલ ગરીમાની બેઠક હોટલ વિરામ મધ્યે.

વૃક્ષમિત્ર-સંગીતસભ

તા.10/9ના સાંજે 6થી 9 દરમિયાન વૃક્ષમિત્ર ગાર્ડન, મુન્દ્રા રિલોકેશન સાઇટ, ચારરસ્તા, પ્રાથમિક શાળા પાસે વૃક્ષમિત્ર સંગીત સભા.

કવિકલા વૃંદ સાહિત્ય સંસ્થા

તા.10/9ના સાંજે 5:30 કલાકે કચ્છી, ગુજરાતી, હિન્દી, ગીત, ગઝલ અને કાવ્યો રજુ કરવા બેઠક વિરામ ગાર્ડન, ભુજ મધ્યે.

એક્યુપ્રેસરનિ:શુલ્ક સારવા કેમ્પ

તા.9/9ના સાંજે 5થી 6:30 દરમિયાન જાયન્ટ્સ હોલ, હોસ્પિટલ રોડ, ભુજ મધ્યે એક્યુપ્રેસર સારવાર વિનામૂલ્યે આપવામાં આવશે.

રાહતદરે આયુર્વેદીક સારવાર

વા-સાંધાનાદુ:ખાવા, અપચો, પેટનું ભારેપણુ જેવા પાચનતંત્રના રોગો, જુની કે વારંવાર થતી શરદી વિગેરે રોગોની આયુવેર્દિક સારવાર તેમજ પંચકર્મ સારવાર તા. 10/9ના તમેજ 11/9ના સવારે 9થી 12 દરમિયાન સંસ્કૃતિ આર્યુવેદમ, સી-107, પ્રથમમાળ, કતિરા કોમપ્લેક્ષ, મુન્દ્રા રિલોકેશન સાઇટ, પ્રમુખ સ્વામીનગર ગેટ નં.2, ભુજ મધ્યે રાહત દરે સારવાર અપાશે.

એસ.એસ.બી.વોલિયન્ટર વેલફેર સોસાયટી

તા.10/9ના બપોરે 1 કલાકે ખેંગાર પાર્ક, ભુજ મધ્યે મિટીંગ ઓલ ઇન્ડિયા એસ.એસ.બી. વોલિયન્ટર વેલફેર સોસાયટી દ્વારા સુપ્રિમ કોર્ટમાં એસ.એસ.બી. વોલિયનટરના નોકરી પેન્શન અન્ય હિત લાભ માટે હાઇકોર્ટમાં કેસ દાખલ કરવાનો હોય તે માટે જે વોલિયેન્ટર જોડાવવા માગતા હોય તે સ્વેચ્છાએ જોડાઇ શકે છે. વધુ માહિતી માટે સંપર્ક 99744 49629.

ભારતમુક્તિ મોર્ચા દ્વારા રેલીનું આયોજન

અનુ.જાતિ,અનુ.જન.જાતિ, ઓબીસી અને ધર્મ પરિવર્તીત લઘુમતી વર્ગો પર વધી રહેલ અન્યાય અને અત્યાચારના વિરોધમાં મોર્ચા દ્વારા રાજ્ય વ્યાપી જન આક્રોશ ઉગ્ર પ્રદર્શન રેલીનું તા. 10/9ના આયોજન. 10 કલાકે ડો.આંબેડકરની પ્રતિમાથી કલેકટર કચેરી સુધી રેલી કાઢી આવેદનપત્ર અપાશે.

જખદાદાનોમેળો તથા નેજા મહોત્સવ ઉજવાશે

યદુવંશીસોરઠિયા આહિર જ્ઞાતિ મહાજન તેમજ યુવક મંડળ ધાર્મિક સમિતિ દ્વારા તા. 12/9ના જખદાદાનો મેળા તથા નેજા મહોત્સવનું આયોજન. તા. 12/9ના સાંજે 4 કલાકે જખદાદાનો નેજો હિંગલાજ માતાજી મંદિરના પ્રાંગણથી શરૂ કરી સોરઠિયા નાકા ખોડિયાર માતાજી મંદિર, પારિયા વાડી થઇને રીંગરોડ પરથી જખદાદા મંદિરે પ્રસ્થાન કરશે.

ગાયત્રીશક્તિપીઠ-માધાપર

તા.11/9ના સવારે 7:30 કલાકે સંસ્કાર સહિત ગાયત્રી યજ્ઞ તથા 9થી 10:30 દરમિયાન નિ:શુલ્ક હોમિયોપેથીક નિદાન સારવાર કેમ્પ તેમજ તા. 12/9ના સાંજે 6 કલાકે ગાયત્રી મંત્ર જાપ ગાયત્રી શક્તિપીઠ, માધાપર મધ્યે.

સુવિધિનાથજૈન સાર્વજનિક દવાખાનું

દરરોજસવારે 10થી 12 દરમિયાન કન્યાશાળા પાછળ, જૈન ભુવન સામે, નવાવાસ, માધાપર મધ્યે ટોકન ચાર્જથી સારવાર કરાશે.

રાપરમાસ્ટેમ્પ ડ્યુટીના કેસોનો કેમ્પ યોજાશે

રાપરમાંતા. 16/9ના રાખવામાં આવેલ સ્ટેમ્પ ડ્યુટીના કેસોનો કેમ્પ તા. 10/10ના યોજાશે.

કચ્છવિપશ્યના કેન્દ્ર, બાડા

બાડાખાતે આગામી નિ:શુલ્ક 10 દિવસીય શિબિર તા. 11/9થી 22/9, 25/9થી 6/10, 8/10થી 19/10, 19/10થી 30/10 દરમિયાન યોજાશે. રજિ.માટે 78746 23305નો સંપર્ક કરવો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો