Home » Gujarat » Bhuj » Mundra » ..તો પણ પ્રથમ પેસેન્જર વિમાને મુન્દ્રાને ખુશી આપી

..તો પણ પ્રથમ પેસેન્જર વિમાને મુન્દ્રાને ખુશી આપી

Divyabhaskar.com | Updated - Feb 18, 2018, 04:15 AM

મુન્દ્રામાં અદાણી ગ્રૂપ સંચાલિત ખાનગી હવાઈ મથકથી પ્રથમ પેસેન્જર વિમાને ઉડાન ભરતાની સાથે જ સમગ્ર તાલુકામાં...

  • ..તો પણ પ્રથમ પેસેન્જર વિમાને મુન્દ્રાને ખુશી આપી
    મુન્દ્રામાં અદાણી ગ્રૂપ સંચાલિત ખાનગી હવાઈ મથકથી પ્રથમ પેસેન્જર વિમાને ઉડાન ભરતાની સાથે જ સમગ્ર તાલુકામાં ખુશીનો માહોલ છવાયો હતો.

    સવારે 8.45 વાગ્યે અમદાવાદથી મુખ્યમંત્રી વિજય રૂપાણીએ લીલીઝંડી આપ્યા બાદ ઉડાન ભરી મુન્દ્રા પહોંચેલાં 16 સીટર હવાઈ જહાજને વધાવવા સ્થાનિક અગ્રણીઓનો કાફલો પહોંચ્યો હતો ત્યારબાદ ફરી 9.30 વાગ્યે એર ઓડિસાની આ ફ્લાઈટે અમદાવાદ તરફ પરત પ્રયાણ કર્યું હતું. મોનાર્ક ગ્રૂપ અને એરડેક્કનના સંયુક્ત સાહસ થકી શરૂ થયેલી આ સેવા હવેથી અવિરત જારી રહેવાનો આશાવાદ વ્યક્ત કરાયો છે. આ પ્રસંગે સાંસદ વિનોદ ચાવડા,

    ...અનુસંધાન પાના નં.11

    છાયાબેન ગઢવી, રણજીતસિંહ જાડેજા, ડાહ્યાલાલ આહીર, વાલજી ટાપરીયા, એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર રક્ષિત શાહ, સેઝના સીઓઓ મુકેશ સક્સેના સહિતના અધિકારીઓ-અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending

વીડિયો વધુ જુઓ