• Home
  • Gujarat
  • Bhuj
  • Mundra
  • ગેરકાયદેસર રેતી ઉપાડવામાં પોલીસે પકડેલા વાહન કોર્ટના આદેશથી મુક્ત

ગેરકાયદેસર રેતી ઉપાડવામાં પોલીસે પકડેલા વાહન કોર્ટના આદેશથી મુક્ત

મુન્દ્રા મરિન પોલીસે મજીદ અદ્રેમાન કુંભારની માલિકીના ડમ્પરને રોયલટીમાં દર્શાવેલ માલ કરતા વધુ માલના પરિવહના...

DivyaBhaskar News Network | Updated - Feb 18, 2018, 04:15 AM
ગેરકાયદેસર રેતી ઉપાડવામાં પોલીસે પકડેલા વાહન કોર્ટના આદેશથી મુક્ત
મુન્દ્રા મરિન પોલીસે મજીદ અદ્રેમાન કુંભારની માલિકીના ડમ્પરને રોયલટીમાં દર્શાવેલ માલ કરતા વધુ માલના પરિવહના કેસમાં કબજે કર્યું હતું, દરમિયાન ડમ્પરના માલિકે વાહન પરત અદાલતમાં અરજી કરતાં અદાલતે ભુસ્તરશાસત્રી ખાતાને વાહન માલિકને સોંપી દેવા હુકમ કર્યો હતો.

મુન્દ્રા ખાતે ગેરકાયદે વધુ રેતી ભરીને જતાં ડમ્પર જી.જે.6 વીવી 9522ને ખનિજ ખાતાએ કબજે કરી મુન્દ્રા મરિન પોલીસ સ્ટેશનમાં રાખી દેવામાં આવ્યું હતુ, આ ડમ્પર પરત મેળવવા ડંપરના માલિક મજીદ કુંભારે કચ્છ કલેકટર તથા ભુસ્તરશાસ્ત્રી ભુજને અરજી કરી હતી, તેમ છતા ડમ્પર પરત ન મળતાં મજીદભાઇએ અદાલતના દ્વાર ખખડાવ્યા હતા, અેડિશનલ ચીફ જ્યુડિશીયલ મુન્દ્રાનાઓએ ડમ્પરના માલિકને તેનું વાહન પરત આપી દેવા ભુસ્તરશાસ્ત્રી ખાતાને હુકમ કર્યો હતો.

ભૂસ્તરશાસ્ત્રીની ફરિયાદ વગર પોલીસ આવા વહાન કબજે કરી શકે નહી

આવા કેસમાં ગુજરાત મિનરલ એકટની જોગવાઇ મુજબ જો ભુસ્તરશાસ્ત્રી ગેરકાયદે ખનિજનું પરિવહન કરતા વાહન ચાલક સામે ફરિયાદ કરે તો જ પોલીસ વાહન માલિક તથા તેનું વાહન કબજે કરી શકે છે, અગર જો ભુસ્તરશાસ્ત્રી આરોપી વિરૂધ ફરિયાદ ન કરે તો પોલીસ માત્ર માલનો જથ્થો જ કબજે કરી શકે છે, વાહન નહિં.

X
ગેરકાયદેસર રેતી ઉપાડવામાં પોલીસે પકડેલા વાહન કોર્ટના આદેશથી મુક્ત
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App