Divya Bhaskar

Home » Gujarat » Bhuj » Mundra » 2022માં 150 MMT કાર્ગો હેન્ડલ કરશે

2022માં 150 MMT કાર્ગો હેન્ડલ કરશે

Divyabhaskar.com | Updated - Feb 18, 2018, 04:15 AM

કંડલા પોર્ટ 2022-23માં 150 એમએમટી કાર્ગો હેન્ડલ કરશે તેવો આશાવાદ આજે દીન દયાલ પોર્ટના સભાખંડમાં પત્રકારો સાથેની...

  • 2022માં 150 MMT કાર્ગો હેન્ડલ કરશે

    કંડલા પોર્ટ 2022-23માં 150 એમએમટી કાર્ગો હેન્ડલ કરશે તેવો આશાવાદ આજે દીન દયાલ પોર્ટના સભાખંડમાં પત્રકારો સાથેની અૌપચારીક વાતચિતમાં વિદાય લઇ રહેલા ચેરમેન દ્વારા જણાવવામાં આવ્યું હતું. ચાર વર્ષના શાસનમાં પોર્ટે સાધેલી પ્રગતિ અને તેને પડેલી કેટલાક પડકારો અંગે વાતચિત કરીને નેવીગેશનને લગતા આવેલા સૂચનો પર ધ્યાન આપ્યા પછી કાર્ગોનું પ્રમાણ વધ્યું છે તેવો દાવો કરી પોર્ટમાં નફાનું પ્રમાણ વધ્યું છે.

    બિહાર કેડરના અધિકારી ચેરમેન રવિ પરમારે પત્રકારો સાથેની વાતચિતમાં જણાવ્યું હતું કે, મીનીસ્ટ્રીમાં જ્યારે જતો ત્યારે કેટલીક વખત કંડલાની ફરિયાદો વધુ હોય તેવું જણાવવામાં આવતું હતું ત્યારે નંબર વન પોર્ટ હોય તો ફરિયાદ પણ હોવાની. અન્ય પોર્ટની તુલનામાં પડકારોનો સામનો કરીને કંડલા પોર્ટે સાધેલી પ્રગતિની નોંધ લેવી જોઇએ. કાર્ગો હેન્ડલીંગની કેપેસીટી વધારવામાં આવી રહી છે. વાડીનાર સહિતના સ્થળે થનાર કાર્યવાહીને કારણે આગામી 2022-23ના વર્ષમાં 150 મીલીયન ટન કાર્ગો હેન્ડલ થશે મુન્દ્રા ખાનગી બંદર તથા અન્ય નાના બંદરોના જુદા જુદા પડકારો વચ્ચે કંડલા પોર્ટે નંબર વનનું સ્થાન જાળવી રાખ્યું છે. જે સમયે વેજીટેબલ કેમીકલના ભાવ આસમાને હતા ત્યારે કરવામાં આવેલી કામગીરી, લેન્ડ પોલીસીને કારણે માર્કેટમાં કિંમતમાં વધારો થતા અગાઉ જે ઉપજ આવતી હતી તેના કરતા વધારે રકમ આવતાં કંડલા પોર્ટ સારો એવો નફો કર્યો છે. બર્થ પર વેઇટીંગ હતું તે સ્થિતિ નિવારીને વધુને વધુ સુવિધાઓ આપવામાં આવી છે. જેને કારણે અને એસઓઆરના રેટ વધાર્યા પછી નફાનું પ્રમાણ પણ વધતું ગયું છે. જેના પરમાનેન્ટ ફાયદા ગણી શકાય. પોર્ટના વિકાસમાં કોઇ બાંધછોડ કરવામાં આવી નથી. હરીફાઇના યુગમાં બે સુધારા સુચવવામાં આવ્યા હતા તેમાં નેવીગેશન રિલેક્ટ હોવામાં ડ્રાફ્ટ હેન્ડલ અને સલામતીના મુદ્દા હતા. જેમાં કામગીરી કરવામાં આવ્યા પછી કાર્ગોનું વહન વધી ગયું છે. રાત્રે 200 મીટરના જહાજ લાવીને 225 મીટરે કરવામાં આવ્યા છે. બે મોટા ચેન્જીસને કારણે દીન દયાલ પોર્ટને સારી એવી સફળતા મળી છે.

    એચઓડી સાથે ચેરમેનની બેઠક

    રવિ પરમારને શુભકામના આપવા ઘસારો

    ચેરમેન રવિ પરમારનો કાર્યકાળ પુરો થતાં તેને એક્ષટેન્શન અપાશે તેવી ધારણા હતી પરંતુ તેને બદલે મુંબઇથી સંજય ભાટીયાને મુકવાનો ઓર્ડર કરવામાં આવ્યા પછી આજે એઓ બિલ્ડીંગમાં સતત ચહલપહલ ચાલુ રહી હતી. વિદાય લઇ રહેલા ચેરમેનને શુભકામના પાઠવવા માટે પોર્ટ યુઝર્સ, સંગઠનો, કર્મચારીઓ, જુદા જુદા ક્ષેત્રના આગેવાનો વગેરેએનો ઘસારો જોવા મળ્યો હતો. કેટલાક કિસ્સામાં લાંબા સમયથી ફાઇલ પેન્ડીંગ હતી તેનો પણ નિકાલ કરી દેવામાં આવ્યો હોવાની વાત બહાર આવી છે. જેમાં એક અધિકારીને પાછા લઇ લેવાના મુદ્દે ઓર્ડર કરવામાં આવ્યો છે. જોકે, આ હવામાનને સત્તાવાર સમર્થન મળતું નથી. પરંતુ આગામી દિવસોમાં કયા કયા બાબતો પર ઓર્ડર કરવામાં આવ્યા છે તેની જાણકારી બહાર આવશે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending