Divya Bhaskar

Home » Gujarat » Bhuj » Mundra » મુન્દ્રા હુમલાના આરોપીઓની નિયમિત જામીન અરજી નામંજુર

મુન્દ્રા હુમલાના આરોપીઓની નિયમિત જામીન અરજી નામંજુર

Divyabhaskar.com | Updated - Mar 11, 2018, 04:15 AM

મુન્દ્રા સ્થિત સમુદ્ર ટાઉનશીપમાં એકી સાથે આઠ ઘરમાં ખાતર પાડવા અને સિક્યુરીટી ગાર્ડો સાથે ઝપાઝપી અને હુમલો...

  • મુન્દ્રા હુમલાના આરોપીઓની નિયમિત જામીન અરજી નામંજુર
    મુન્દ્રા સ્થિત સમુદ્ર ટાઉનશીપમાં એકી સાથે આઠ ઘરમાં ખાતર પાડવા અને સિક્યુરીટી ગાર્ડો સાથે ઝપાઝપી અને હુમલો કરવાના કેસમાં પકડાયેલા બે પરપ્રાંતિય આરોપીઓની નિયમિત જામીન અરજી અદાલતે ફગાવી હતી. ઓકટોબર 2017માં મુન્દ્રા શહેરની સમુદ્ર ટાઉનશીપમાં 75/2 અને 76/6 નંબરના મકાનમાંથી 32,590ની રોકડ રકમ અને 93,500ના દરદાગીના સહિત 1,26,090ના મુદામાલની ચોરી કરી હતી, નાશી રહેલા પાંચ એમ પીના શખ્સને ચોકીદાર મનબહાદુર શાહી અને તેના સાથી ચોકીદારે ઝડપી પાડ્યા હતા જેમા એક સિક્યોરીટી ગાર્ડ પર હુમલો કરવામાં આવ્યો હતો, તસ્કરો અને ચોકીદારની ઝપાઝપીમાં ઝડપાઇ ગયેલા સુભાન માલસિંગ અજનારીયા (ઉ.વ.30) રહે ગડબોરી થાના-બાગ મધ્ય પ્રદેશ અને હિમલસિંગ ઉર્ફે હિમલ ઉર્ફે હેમંત જાહરીયા વાસ્કેલીયા નામના બે આરોપીઓને ઝડપી પાડ્યા હતા. બન્ને આરોપીઓને પોલીસને સોંપ્યા બાદ મુન્દ્રા પોલીસ મથકના પીઆઇ એમ.જે.જલુએ મુન્દ્રા પોલીસે સમુદ્ર ટાઉનશીપમાં રહેતાં કૌશિક પાંભરની ફરિયાદ પરથી આરોપીઓ વિરૂધ ગુનો નોંધ્યો હતો.આ કેસની ચાર્જસીટ રજુ થતાં નિયમિત જામીન પર મુક્ત થવા ભુજની સેસન્સ કોર્ટમાં અરજી કરી હતી, જે કેસ ભુજના છઠ્ઠા અધિક સેસન્સ જજ આશિષ જે.એસ.મલહોતરાની કોર્ટમાં ચાલી જતાં ગંભીર ગુનાઓને ધ્યાને લઇને આરોપીઓની નિયમીત જામીન અરજી નામંજુર કરતો ચુકાદો આપ્યો હતો. આ કેસમાં સરકાર તરફે અધિક જિલ્લા સરકારી વકિલ મયુરભાઇ પુરોહિત હાજર રહયા હતા.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending