ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Gujarat » Bhuj » Mundra» ભદ્રેશ્વર સરપંચ સામે કાયદેસરના પગલાં લેવા જિ. પં.નો આદેશ

    ભદ્રેશ્વર સરપંચ સામે કાયદેસરના પગલાં લેવા જિ. પં.નો આદેશ

    DivyaBhaskar News Network | Last Modified - Mar 11, 2018, 04:15 AM IST

    ભદ્રેશ્વર મુકામે સરપંચે સતાનો દુરુપયોગ કરી ગૌચર જમીન પર દબાણ કરી મહેસુલી રેકર્ડ સાથે ચેડાં કર્યા હોવાની જીલ્લા...
    • ભદ્રેશ્વર સરપંચ સામે કાયદેસરના પગલાં લેવા જિ. પં.નો આદેશ
      ભદ્રેશ્વર સરપંચ સામે કાયદેસરના પગલાં લેવા જિ. પં.નો આદેશ
      ભદ્રેશ્વર મુકામે સરપંચે સતાનો દુરુપયોગ કરી ગૌચર જમીન પર દબાણ કરી મહેસુલી રેકર્ડ સાથે ચેડાં કર્યા હોવાની જીલ્લા સ્તરે ફરીયાદ કરાઈ હતી.જેને અનુલક્ષીને જીલ્લા વિકાસ અધિકારીએ તાલુકા વિકાસ અધિકારીને દિવસ સાતમા સચોટ અહેવાલ રજુ કરવાનો આદેશ કરતાં સ્થાનિક કચેરીમાં રાજકીય હસ્તીઓની ગંટળીઓ રણકતી થઇ હતી. ભદ્રેશ્વરના પૂર્વ સરપંચ કિરીટસિંહ જાડેજાએ તાલુકા બાદ જીલ્લામાં કરેલી લેખિત ફરીયાદમાં હાલના સરપંચ તેમની ફરજો બજાવામાં નિષ્ફ્ળ ગયા હોવાથી તેમની વિરુદ્ધ પંચાયત અધિનિયમ 57(1) હેઠળ કાર્યવાહી કરવાની માંગ કરી હતી.જેના પ્રત્યુત્તરમાં જીલ્લા વિકાસ અધિકારીએ તાલુકા વિકાસ અધિકારીને સ્પષ્ટ અભિપ્રાય આપવાની લેખિત તાકીદ કરી સાત દિવસમાં અહેવાલ રજુ કરવાનું જણાવ્યું છે.તેને પગલે સરપંચના બચાવમાં રાજકીય વ્યક્તિઓ તાલુકા સ્તરે દબાણ લાવવા મેદાનમાં પડી હોવાના અહેવાલ સાંપડ્યા છે.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: ભદ્રેશ્વર સરપંચ સામે કાયદેસરના પગલાં લેવા જિ. પં.નો આદેશ
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Gujarat

    Trending

    Top
    `