Home » Gujarat » Bhuj » Mundra » માંડવી અને મુન્દ્રા વિસ્તારમાંથી માત્ર 8 ગ્રાહકોજ ફરિયાદ કરવા આવ્યા

માંડવી અને મુન્દ્રા વિસ્તારમાંથી માત્ર 8 ગ્રાહકોજ ફરિયાદ કરવા આવ્યા

Divyabhaskar.com | Updated - Mar 11, 2018, 04:15 AM

માંડવીમાં પીજીવીસીએલ દ્વારા સ્થાનિક તેમજ મુન્દ્રાની વીજ કચેરી હેઠળ આવતા ગ્રાહકો માટે યોજાયેલા લોક દરબારમાં...

  • માંડવી અને મુન્દ્રા વિસ્તારમાંથી માત્ર 8 ગ્રાહકોજ ફરિયાદ કરવા આવ્યા
    માંડવીમાં પીજીવીસીએલ દ્વારા સ્થાનિક તેમજ મુન્દ્રાની વીજ કચેરી હેઠળ આવતા ગ્રાહકો માટે યોજાયેલા લોક દરબારમાં માત્ર 8 ઉપભોક્તાઓજ ફરિયાદ માટે હાજર રહેતાં કાર્યક્રમનો ફિયાસ્કો થયો હતો.

    વિભાગીય કચેરીમાં યોજાયેલા કાર્યક્રમમાં પીજીવીસીએલના 20 કર્મચારીઓ હાજર રહ્યા હતા જ્યારે ફરિયાદ માટે માત્ર 8 ઉપભોક્તાઓજ આવ્યા હતા. પૂરતો પ્રચાર પ્રસાર ન થયો હોવાના કારણે આ ફિયાસ્કો થયો હોવાનું ખુદ વીજ કંપનીના સૂત્રોમાંથી જાણવા મળ્યું હતું.

    માંડવીને ડાર્ક ઝોનમાંથી મુક્તિ અપાયા બાદ વર્ષ 2015થી 2017ના ગાળામાં 1409 કિસાનોએ થ્રી ફેઝ કનેક્શન માટે અરજી કરી હતી જેની સામે માત્ર 235 જોડાણ આપવામાં આવ્યા છે. જીજીઆરસી દ્વારા પ્રમાણિત અરજીઓનો નિકાલ કરી દેવાયો છે તેમ વીજ કંપનીના અધિકારીએ જણાવ્યું હતું.

    લોખંડના વીજ થાંભલા હોતાં ચોમાસામાં તેને અડકી જતા પશુઓના મોતના બનાવો વધી જવાથી સિમેન્ટના પોલ નાખવામાં આવે તેવી માગ લોક દરબારમાં કરાઇ હતી તો લો વોલ્ટેજની સમસ્યા બાબતે કોઇ ઠોસ કાર્યવાહી કરાતી ન હોવાનો સૂર ઉઠ્યો હતો.

    માંડવીમાં પીજીવીસીએલના લોક દરબારનો ફિયાસ્કો

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending

વીડિયો વધુ જુઓ