તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • DRIએ બે દાણચોરોને પાલારા જેલ હવાલે કર્યા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

DRIએ બે દાણચોરોને પાલારા જેલ હવાલે કર્યા

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મુન્દ્રામાંબેડ કવર મગાવવાનું જાહેર કરી અન્ય મોંઘા ભાવનું ફેબ્રિકની આયાત કરનારા હરિયાણાની પેઢીના માલિક અને અન્ય એક પેઢીએ ડ્યુટી ડ્રો બેકનો ખોટી રીતે મીસડેકલેરેશન દ્વારા ગેરલાભ લીધો હતો. જે બંન્નેને તપાસાર્થે ગાંધીધામ બોલાવી તેમના નિવેદન લઈ કોર્ટમાં રજુ કરવામાં આવતા અદાલતે બન્ને વેપારીઓને પાલારા જેલ હવાલે કરવાનો હુકમ ફરમાવ્યો હતો.

અમદાવાદની ડિરેક્ટોરેટ ઓફ ઈટૅલીજન્સ એજન્સી દ્વારા હાથ ધરાયેલા ઓપરેશન મુજબ મુન્દ્રામાં હરિયાણાના વેપારી સતિષ જીંદાલ અને ભૌનેશ નંદવાણીની કંપની આલિશાન ઈમ્પેક્ષ દ્વારા બે કન્ટેનરોમાં પોલિસ્ટર બેડ કવર હોવાનું જણાવી મંગાવ્યા હતા. જે કન્ટેનરની તપાસ કરતા તેની અંદર ઉંચી કિંમતનું ફેબ્રિક હોવાનું સામે આવ્યુ હતુ. જેની ડ્યુટી વધુ થતી હોવાથી સમગ્ર પ્રકરણ કરોડૉની ડ્યુટીચોરીનો બનતો હતો. તો એજન્સીએ તપાસનો દોર આગળ વધારતા સામે આવ્યું હતું કે અગાઉ પણ પેઢી દ્વારા ડ્યુટી ડ્રો બેકનો ગેરલાભ લેવા મીસ ડેક્લેરેશન કરી 11 કન્સાઈમેન્ટ થકી 3.46 કરોડનો માલ આયાત કર્યો હતો. બંન્ને આરોપીઓને ડિઆરઆઈએ ધરપકડ કરી કોર્ટ સમક્ષ રજુ કરી પાલારા જેલ હવાલે કર્યા હતા. સમગ્ર પ્રકરણ 13 થી 15 કરોડની ડ્યુટી ચોરીનું હોવાની સંભાવના પ્રાથમિક ધોરણે લગાવવામાં આવી રહી છે.

અમદાવાદ DRIને સ્થાનીક ટીમનો સહયોગ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો