ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Gujarat » Bhuj » Mundra» પહેલા દિવસે ધો.10માં ગુજરાતી, ધોરણ.12માં ફિઝિક્સ અને એકાઉન્ટનું પેપર સરળ પૂછાયું

    પહેલા દિવસે ધો.10માં ગુજરાતી, ધોરણ.12માં ફિઝિક્સ અને એકાઉન્ટનું પેપર સરળ પૂછાયું

    DivyaBhaskar News Network | Last Modified - Mar 13, 2018, 04:10 AM IST

    એજ્યુકેશન રિપોર્ટર | અમદાવાદ ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થઇ ચૂક્યો છે. પહેલા દિવસે દસમા ધોરણમાં...
    • પહેલા દિવસે ધો.10માં ગુજરાતી, ધોરણ.12માં ફિઝિક્સ અને એકાઉન્ટનું પેપર સરળ પૂછાયું
      પહેલા દિવસે ધો.10માં ગુજરાતી, ધોરણ.12માં ફિઝિક્સ અને એકાઉન્ટનું પેપર સરળ પૂછાયું
      એજ્યુકેશન રિપોર્ટર | અમદાવાદ

      ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થઇ ચૂક્યો છે. પહેલા દિવસે દસમા ધોરણમાં ગુજરાતી- ઇંગ્લિશ અને 12માં ધોરણમાં ફિઝિક્સ અને એકાઉન્ટના પેપર લેવાયા હતા. પહેલા દિવસના દરેક પેપર ટેક્સબુક આધારિત રહેતા વિદ્યાર્થીઓમાં રાહત રહી હતી. વિદ્યાર્થીઓની સાથે તજજ્ઞોના મત પ્રમાણે પહેલા દિવસના પેપર સરળ રહ્યા હતા. પહેલા દિવસે સંપૂર્ણ ગુજરાતમાંથી 10 ગેરરીતિના કેસ નોંધાયા હતા. જેમાં અમદાવાદથી એકપણ નથી.

      પહેલા દિવસે સામાન્ય પ્રવાહમાં 2,20,058માંથી 2,17,744 વિદ્યાર્થીઓ જ્યારે કે ધોરણ-10માં 8,80,119માંથી 8,63,690 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. દસમાં ધોરણમાં પહેલા દિવસે છ ગેરરીતિના કેસ નોંધાયા હતા અને 12માં ધોરણમાં 4 કેસ નોંધાયા હતા. પાટણ જિલ્લામાં 2 ડમી કેસ નોંધાયા છે.

      ગુજરાતીમાં દીકરી ઘરનો દીવડો નિબંધ પૂછાયો

      જાહેરનામાનો ભંગ ઝેરોક્સની દુકાનો ચાલુ

      પહેલા જ દિવસે ઝેરોક્સ મશીનની દુકાનને લઇને જાહેરનામાનો ભંગ કરાયો હતો. સરકારના જાહેરનામા પ્રમાણે પરીક્ષા કેન્દ્રોની આસપાસ ફોટોકોપીની દુકાનો દરમિયાન બંધ રાખવામાં આવે. પરંતુ સ્કૂલોની નીચે -સામે ફોટોકોપી માટેની દુકાનો ચાલુ રહી.

      ધો 10માં ગુજરાતી વિષયમાં માતૃભાષા અને દીકરી ઘરનો દીવડો, જ્યારે ધો 10 અંગ્રેજીમાં ક્લીનલીનેસ મોન્સૂન વિષય પર નિબંધ પૂછાયો હતો. વિષય નિષ્ણાત શિક્ષક દેવલ નાયકે કહ્યું કે,‘ધો 10 ગુજરાતી માધ્યમ ગુજરાતી વિષયમાં ઓવરઓલ પ્રશ્નપત્ર ઈઝી હતું.ખેલ મહાકુંભમાં વિજેતા થવા બદલ બહેનને પત્ર લેખન, અતિવૃષ્ટિ પર આધારિત પ્રશ્ન પૂછાયો.’

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: પહેલા દિવસે ધો.10માં ગુજરાતી, ધોરણ.12માં ફિઝિક્સ અને એકાઉન્ટનું પેપર સરળ પૂછાયું
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Gujarat

    Trending

    X
    Top