ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » Gujarat » Bhuj » Mundra» સમયસર વ્યાજ ચૂકવવામાં નહીં આવે તો પુત્રને મારી નાખશું

  સમયસર વ્યાજ ચૂકવવામાં નહીં આવે તો પુત્રને મારી નાખશું

  DivyaBhaskar News Network | Last Modified - Mar 13, 2018, 04:10 AM IST

  ભુજમાં વ્યાજખોરોના અધમની બનેલી ઘટના બાદ મુન્દ્રામાં વ્યાજખોરોના સાણસામાં સપડાયેલા એક યુવાનની પત્નીએ પોલીસ...
  • સમયસર વ્યાજ ચૂકવવામાં નહીં આવે તો પુત્રને મારી નાખશું
   સમયસર વ્યાજ ચૂકવવામાં નહીં આવે તો પુત્રને મારી નાખશું
   ભુજમાં વ્યાજખોરોના અધમની બનેલી ઘટના બાદ મુન્દ્રામાં વ્યાજખોરોના સાણસામાં સપડાયેલા એક યુવાનની પત્નીએ પોલીસ થાણે અરજી કરી તેના પતિને જાનથી મારી નાખવાની ધમકી આપતા રાક્ષસી ધીરધારોની ચુંગાલમાંથી છોડાવા આજીજી કરતા શહેરમાં ખડભડાટ મચી ગયો છે.

   પ્રાપ્ત અહેવાલ મુજબ બારોઇની લક્ષ્મી સોસાયટીમાં રહેતા અરજદાર જ્યંતીબેન હેમંત અમીને સ્થાનિક પીઆઇને સંબોધીને લખેલી અરજીમાં તેના પતિને 8 ટકાના તોતીંગ વ્યાજે નાણાં ધીરનાર વ્યાજખોરોના નામજોગ ઉલ્લેખ કરી પોતાની વ્યથા વર્ણવી છે.મુદ્દલથી વધારે વ્યાજ ચૂકવી દેનાર પતિ હેમંતભાઈ હવે વ્યાજ ચૂકવવા સક્ષમ ન હોઈ તકાજો કરતા વ્યાજખોરો પ્રથમ જબરદસ્તીથી જીજે-12-બીએમ 0127 નંની બાઈક ઉઠાવી ગયા બાદ હવે પુત્ર અને પતિને જાનથી મારી નાખવાની ધમકી આપતા હોવાનો આક્ષેપ કર્યો છે.અગાઉ પણ શહેરમાં વ્યાજખોરોના ત્રાસથી ચાર યુવાનો ગામ મૂકી ગયાની ઘટનાઓ બની ચુકી છે ત્યારે હવે સંલગ્ન સૂત્રો પોલીસની કાર્યવાહી પર મીટ માંડી બેઠા છે.

   ગામમાં ગેરકાયદે ફાઇનાન્સ પેઢીઓ ધમધમે છે

   હાઈ-ફાઈ જીવન ધોરણ અને દારૂ જુગારની લતે ચડેલા યુવાનોને તોતિંગ વ્યાજે નાણાં ધીરી રોકડી કરી લેવા સ્થાનિકે અનેક ગેરકાયદેસરની ફાઇનાન્સ પેઢીઓ સક્રિય છે.અને ગરજવાન કો મતિ નહીં કહેવતને અનુસરતાં ખોટા રવાડે ચડેલા અનેક યુવાનો આવી પેઢીઓની માયાજાળમાં સપડાયેલા છે.એ પરીસ્થિતમાં પીડિતો અનિચ્છનીય પગલું ભરે તે પહેલા લોકોમાં પોલીસ કોઈ નક્કર પગલાં લે તેવી માંગ ઉઠી છે.

  No Comment
  Add Your Comments
  (Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: સમયસર વ્યાજ ચૂકવવામાં નહીં આવે તો પુત્રને મારી નાખશું
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Gujarat

  Trending

  Top