ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » Gujarat » Bhuj » Mundra» આખરે મુન્દ્રા પોર્ટ પર મોબાઇલ, વોક થ્રુ સ્કેનર કાર્યાન્વિત કરાશે

  આખરે મુન્દ્રા પોર્ટ પર મોબાઇલ, વોક થ્રુ સ્કેનર કાર્યાન્વિત કરાશે

  DivyaBhaskar News Network | Last Modified - Mar 13, 2018, 04:10 AM IST

  દાણચોરી અને રીશ્વતખોરી માટૅ બદનામ થઈ ગયેલા કસ્ટમ વિભાગમાં કંડલા મુંદ્રામાં નવા કમીશ્નર નિમાયા બાદ સીસ્ટમમાં...
  • આખરે મુન્દ્રા પોર્ટ પર મોબાઇલ, વોક થ્રુ સ્કેનર કાર્યાન્વિત કરાશે
   આખરે મુન્દ્રા પોર્ટ પર મોબાઇલ, વોક થ્રુ સ્કેનર કાર્યાન્વિત કરાશે
   દાણચોરી અને રીશ્વતખોરી માટૅ બદનામ થઈ ગયેલા કસ્ટમ વિભાગમાં કંડલા મુંદ્રામાં નવા કમીશ્નર નિમાયા બાદ સીસ્ટમમાં પરીવર્તન આવે છે કે કેમ તે તરફ સૌની નજર હતી, પરંતુ હજી સુધી કોઇ ઠોસ્સ કાર્યવાહિ કે પરીવર્તનકારી નિર્ણયો લેવાયા હોય તેવું દ્રષ્ટીપાત થતુ નથી. દરમ્યાન સૌથી વધુ કન્ટૅનરો મુંદ્રા પોર્ટથી આવા ગમન કરતા હોવા છતા હજી સુધી શંકાસ્પદ રીતે સ્કેનર લગાવાયુ નહતુ. બાબત અંગે ચર્ચા ઉઠ્યા બાદ આખરે ગત વર્ષે સ્કેનર લગાવવાની જાહેરાત કરાઈ હતી.

   કસ્ટમ વિભાગના સતાવાર સુત્રોએ જણાવ્યુ હતુ કે આગામી 15 માર્ચ સુધીમાં મોબાઈલ સ્કેનર મુંદ્રા પોર્ટ પર કામ કરતુ થઈ જશે. સ્ક્રેપ અને દરેક પ્રકારના મેટલ ઈમ્પોર્ટ કરતા કન્ટૅનરો માટે તેનો ઉપયોગ કરાશે. તો વોક થ્રુ કન્ટૅનરના ઈન્સ્ટોલમેન્ટની પ્રક્રિયાઓ ચાલુ છે. જે આગામી એપ્રીલ મહિના સુધીમાં સંચાલીત થઈ જશે. આ વિશાળકાય સ્કેનરમાં મેટલ સીવાયની તમામ વસ્તુઓ આખા ટ્રક સાથે સ્કેન થઈ શકે તેમ છે. અત્યાર સુધી પોર્ટ પર સ્કેનરજ ન હોવાથી સ્મગલોને ખુલ્લુ મેદાન મળતુ હોય જેની જેટલી ક્ષમતા એ મુજબની દાણચોરી આચરવામાં આવતી હતી. આ માટૅના વોક થ્રુ કન્ટૅનરને જર્મની થી ઈમ્પોર્ટ કરવામાં આવી રહ્યુ હોવાનું આંતરીક સુત્રોએ જણાવ્યુ હતુ.

   સૌથી વધુ સિગારેટ્સ સ્મગલીંગ મુન્દ્રાથી થાય છે!

   એક સર્વેક્ષણ અનુસાર ગુજરાતમાં પકડાતા દાણચોરીના બનાવોમાં સીગારેટ્સ દાણચોરો માટે હોટ ફેવરીટ પ્રોડક્ટ હોવાનું અવાર નવાર સામે આવે છે. રક્ત ચંદનમાં રાષ્ટ્રીય સુરક્ષા, ગોલ્ડમાં સંવેદનશીલતાના કારણે સામાન્ય રીતે દાણચોરો સીગારેટ્સ પર અને અન્ય આઈટમોમાં મીસ ડિક્લેરેશન કરવા પર વધુ ફોકસ કરતા હોય છે ત્યારે 2015 થી અત્યાર સુધીના પકડાયેલા બનાવોમાં સૌથી વધુ સીગારેટ્સની દાણચોરીના બનાવ મુંદ્રા પોર્ટ પર બન્યા હોવાનું સ્પષ્ટ થાય છે.   દાણચોરી અને રીશ્વતખોરી માટૅ બદનામ થઈ ગયેલા કસ્ટમ વિભાગમાં કંડલા મુંદ્રામાં નવા કમીશ્નર નિમાયા બાદ સીસ્ટમમાં પરીવર્તન આવે છે કે કેમ તે તરફ સૌની નજર હતી, પરંતુ હજી સુધી કોઇ ઠોસ્સ કાર્યવાહિ કે પરીવર્તનકારી નિર્ણયો લેવાયા હોય તેવું દ્રષ્ટીપાત થતુ નથી. દરમ્યાન સૌથી વધુ કન્ટૅનરો મુંદ્રા પોર્ટથી આવા ગમન કરતા હોવા છતા હજી સુધી શંકાસ્પદ રીતે સ્કેનર લગાવાયુ નહતુ. બાબત અંગે ચર્ચા ઉઠ્યા બાદ આખરે ગત વર્ષે સ્કેનર લગાવવાની જાહેરાત કરાઈ હતી.

   કસ્ટમ વિભાગના સતાવાર સુત્રોએ જણાવ્યુ હતુ કે આગામી 15 માર્ચ સુધીમાં મોબાઈલ સ્કેનર મુંદ્રા પોર્ટ પર કામ કરતુ થઈ જશે. સ્ક્રેપ અને દરેક પ્રકારના મેટલ ઈમ્પોર્ટ કરતા કન્ટૅનરો માટે તેનો ઉપયોગ કરાશે. તો વોક થ્રુ કન્ટૅનરના ઈન્સ્ટોલમેન્ટની પ્રક્રિયાઓ ચાલુ છે. જે આગામી એપ્રીલ મહિના સુધીમાં સંચાલીત થઈ જશે. આ વિશાળકાય સ્કેનરમાં મેટલ સીવાયની તમામ વસ્તુઓ આખા ટ્રક સાથે સ્કેન થઈ શકે તેમ છે. અત્યાર સુધી પોર્ટ પર સ્કેનરજ ન હોવાથી સ્મગલોને ખુલ્લુ મેદાન મળતુ હોય જેની જેટલી ક્ષમતા એ મુજબની દાણચોરી આચરવામાં આવતી હતી. આ માટૅના વોક થ્રુ કન્ટૅનરને જર્મની થી ઈમ્પોર્ટ કરવામાં આવી રહ્યુ હોવાનું આંતરીક સુત્રોએ જણાવ્યુ હતુ.

   મીસડિક્લેરેશનની બાતમીના આધારે ચાલી તપાસ

   પોર્ટના સુત્રોએ જણાવ્યુ હતુ કે મીસ ડિક્લેરેશન કરી અન્ય જથ્થો ઘુસાડવામાં આવી રહ્યાની બાતમીના આધારે ડીઆરઆઈ દ્વારા તપાસ હાથ ધરી હતી. એકાદ સપ્તાહ સુધી કાર્યવાહિ ચાલ્યા બાદ પણ કશુ હાથ લાગવા પામ્યુ નહતુ. સુત્રોના દાવા અનુસાર સ્કેનર લાગ્યા પહેલા જુના દાણચોરો દ્વારા સિગારેટ્સની છેલ્લી ખેપ કરી લેવાના પ્રયાસો કરાયાની બાતમીના આધારે આ કાર્યવાહિ કરાઈ હતી, જોકે તેવું કાંઈ હાથ લાગવા પામ્યુ નથી.

   ગાંધીધામની પેઢી શંકાના દાયરામાં

   રેવન્યુ સુરક્ષા એજન્સીઓના અમદાવાદ શાખાના સુત્રોએ જણાવ્યુ હતુ કે ગાંધીધામની જાણીતી કંપની કે જે ટીમ્બર સહિતના કાર્ગોને હેન્ડલના કાર્યો કરે છે તે વિવિધ નિયમોના ભંગના કારણે શંકાના દાયરામાં છે. જેના આધારે ભવિષ્યમાં તેના માલીક સાથે પુછપરછ પણ કરાય તેવી સંભાવના છે.

  No Comment
  Add Your Comments
  (Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: આખરે મુન્દ્રા પોર્ટ પર મોબાઇલ, વોક થ્રુ સ્કેનર કાર્યાન્વિત કરાશે
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Gujarat

  Trending

  Top