Home » Gujarat » Bhuj » Mundra » બસમાં ભૂલાયેલું મહિલાનું 4 લાખની મત્તા ભરેલું પાકિટ પરત

બસમાં ભૂલાયેલું મહિલાનું 4 લાખની મત્તા ભરેલું પાકિટ પરત

Divyabhaskar.com | Updated - Mar 08, 2018, 04:10 AM

મુન્દ્રા-કોડીનાર બસમાં એક મહિલા પ્રવાસી પોતાનું પાકિટ ભૂલી જતાં તેમનો જીવ અદ્ધર થયો હતો. પરંતુ ઈમાનદારીનું...

  • બસમાં ભૂલાયેલું મહિલાનું 4 લાખની મત્તા ભરેલું પાકિટ પરત
    મુન્દ્રા-કોડીનાર બસમાં એક મહિલા પ્રવાસી પોતાનું પાકિટ ભૂલી જતાં તેમનો જીવ અદ્ધર થયો હતો. પરંતુ ઈમાનદારીનું ઉદાહરણ પૂરું પાડતાં તે બસના ડ્રાઈવર અને કંડક્ટરે અંદાજીત 4 લાખની માલમત્તાથી ભરેલું પાકિટ ડેપો મેનેજરને સુપરત કરતાં તેને મેળવી મહિલા પ્રવાસીએ રાહતનો દમ લીધો હતો. પરોઢીયે 4 વાગ્યે કોડીનારથી મુન્દ્રા તરફ આવવા રવાના થયેલી બસમાં જ્યોતિબેન શાહને મોરબી સુધી જવાનું હતું. મોરબી ઉતર્યાના એક કલાક બાદ તેમને પોતાનું પાકિટ બસમાંજ ભુલાઈ ગયાનું ભાન થતાં તેઓ હતપ્રભ થયાં હતાં. લગ્ન પ્રસંગેથી પરત ફરતાં હોવાથી તેમના પાકિટમાં સોનાની બંગડી, ચેઇન, કાનના બુટીયાં સહીત અંદાજીત 4 લાખની મત્તા હતી. તેઓ પળનો વિલંબ કર્યા વિના મુન્દ્રા પહોંચ્યાં હતાં. ત્યાં પહોંચતાં જ તેમના આશ્ચર્ય વચ્ચે સજાગ એવા બસના ટીકીટ ચેકર લાલજી ઠક્કર અને ચાલક દિનેશ વાળાએ મહિલાના ઘરેણાઓ ઈમાનદારીપૂર્વક મુન્દ્રા ડેપોના મેનેજરને સુપરત કરી દીધાં હતાં. પોતાનું પાકિટ ડેપો મેનેજર ગજેન્દ્ર શેખાવતના હસ્તે પરત મેળવી જ્યોતિબેને હાશકારો અનુભવી સમગ્ર એસટી સ્ટાફનો આભાર માન્યો હતો.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending

વીડિયો વધુ જુઓ