• Gujarati News
  • National
  • દુર્ગાપરની સીમમાંથી 2.50 લાખનો કોલસો પકડી પડાયો

દુર્ગાપરની સીમમાંથી 2.50 લાખનો કોલસો પકડી પડાયો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુન્દ્રાઅદાણી પોર્ટની શિપ દ્વારા વિદેશી કોલસો અબડાસા તાલુકાની એબીજી સિમેન્ટ કંપની અને અલ્ટ્રાટેક સિમેન્ટ કંપની માટે આવેલો હતો, તે ટ્રકો તથા ડમ્પરો દ્વારા ખાલી કરવામાં આવે છે, જે કોલસો માંડવી તાલુકાના દુર્ગાપુર જીઆઇડીસી પ્લોટ નં. 115માં ખાલી કરી 50 ટન કોલસાની ગેરકાયદે ભૂકીના જથ્થા (કિંમત 2,50,000) સાથે આરોપીને ભુજ એસઓજીએ ઝડપી લીધો હતો.

પ્રાપ્ત થતી વિગતો મુજબ બુધવારે પશ્ચિમ કચ્છ-ભુજ એસઓજીના પીએસઆઇ વી.એસ. વણજારા તથા તેમના સ્ટાફ દ્વારા મુન્દ્રા અદાણી પોર્ટ ખાતે શિપ દ્વારા વિદેશથી આયાત થતો કોલસો અબડાસા તાલુકામાં આવેલી એબીજી સિમેન્ટ કંપની અને અલ્ટ્રાટેક સિમેન્ટ કંપનીમાં ટ્રકો તથા ડમ્પરમાં મોકલાવવામાં આવે છે, તેને વચ્ચેથી માંડવી તાલુકાના દુર્ગાપુર જીઆઇડીસી પ્લોટ નં. 115માં

...અનુસંધાનપાનાનં.6



તેકોલસાનો જથ્થો ઉતારી સસ્તી કપચી જેવી ભૂકી જેવા મટિરીયલ સ્વરૂપે ગેરકાયદે 50 ટન જથ્થો રાખ્યો હોવાની પોલીસને બાતમી મળતાં માંડવી શહેરના ધવલનગર-2માં રહેતા ધર્મેશ ચંદુલાલ પોકારને માલ સાથે પકડી તેની પૂછતાછ કરતાં જથ્થો જામનગરના સિકંદર ઇશાકભાઇએ જુદા-જુદા ડમ્પરોમાંથી વિદેશી કોલસો ઉતારી એકઠો કર્યો હોવાની કબૂલાત આપી હતી. માલનું બિલ કે આધાર-પુરાવો માગતાં તેની પાસ હોવાથી 50 ટન કોલસાના જથ્થા (કિંમત 2,50,000) સાથે અટકાયત કરી આરોપી સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...