તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ધ્રબની સીમમાં ગેરકાયદે માટીના ઉત્ખનન પર તંત્રે બોલાવી ધોંસ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધ્રબની સીમમાં ગેરકાયદે માટીના ઉત્ખનન પર તંત્રે બોલાવી ધોંસ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મુન્દ્રાતાલુકામાં બિનઅધિકૃતપણે થતી રેતી ચોરીની અસંખ્ય ફરિયાદો બાદ હરકતમાં આવેલા વહીવટી તંત્રે ધ્રબ સીમમાં પંજતન પાટિયા પાસે રેડ કરી ગેરકાયદે ઉત્ખનન કરેલી માટીની હેરફેર કરતા બે ડમ્પરને ઝડપી મરીન પોલીસ સ્ટેશનને સોંપી દેતાં ખનિજમાફિયાઓમાં ફફડાટ વ્યાપ્યો છે.

પ્રાપ્ત અહેવાલ મુજબ ફરિયાદોના પગલે ઝીરો પોઇન્ટ નજીક તપાસમાં રહેલા પ્રાંત અધિકારી જે.વી. દેસાઈએ માટી ભરી જતાં ડમ્પર જીજે-6-વીવી-9522 અને જીજે-12-એ-5928ને અટકાવી વાહનચાલકો નરેન્દ્ર નાનુભા સોઢા અને વિનોદ દામજી મહેશ્વરી પાસેથી રોયલ્ટી અંગેના આધાર પુરાવા માગતા બન્ને તે રજૂ કરવામાં નિષ્ફળ નીવડ્યા હતા. તપાસના અંતે માટી મંગરા વાડીવિસ્તારમાંથી 25x50x5 મીટરમાંથી ખોદકામ કરી ઉપાડવામાં આવી હોવાનું પંચનામું કર્યું હતું. ડમ્પરના માલિકો તરીકે મજીદ અબ્દ્રેમાન કુંભાર અને ભરત દેવશી સોરઠિયાનું નામ ખૂલવા પામ્યું હતું.

તંત્રની કાર્યવાહી પા શેરમાં પૂણી સમાન

મુન્દ્રાતાલુકાની તમામ ગામોના નદી પટમાંથી સેંકડો ટન રેતી જાહેરનામાનો ભંગ કરી વિના કવર કરી ચોરી ઓવરલોડ પરિવહન કરતા ખનિજમાફિયાઓના એકલ-દોકલ ડમ્પરો ડિટેઇન કરી તંત્ર સંતોષ માની લેતું હોવાનું ચિત્ર સફાચટ થયેલી ભૂખી નદી તાદૃશ્ય કરે છે.

ખાણ-ખનિજખાતાને તો પગલાં લેવામાં રસ પણ નથી

સરકારીસંપદા સમાન ગૌણ ખનિજની મોટી માત્રામાં ચોરી થઇ હોવાનું સ્પષ્ટ ચિત્ર ઉપસ્યા બાદ પણ ખાણ-ખનિજ ખાતાને જાણે ચોરી પર રોક લગાવામાં રસ હોવાનું સપાટીએ તરી આવ્યું છે. ખાતા દ્વારા ઔદ્યોગીક હબ બનેલા બંદરગાહ વિસ્તારમાં ચોકી ઉભી કરાય, તો રાજ્ય સરકારને રોયલ્ટીરૂપે લાખો રૂપિયાની આવક થવાનો મત જાણકારોમાં પ્રવર્તી રહ્યો છે.

પ્રાંત અધિકારીએ બે ડમ્પર ઝડપી મરીન પોલીસને હવાલે કર્યા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો