• Gujarati News
  • National
  • પશ્ચિમ કચ્છમાં દારૂના 4 દરોડામાં ~ 1.15 લાખનો મુદ્દામાલ ઝડપાયો

પશ્ચિમ કચ્છમાં દારૂના 4 દરોડામાં ~ 1.15 લાખનો મુદ્દામાલ ઝડપાયો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પશ્ચિમકચ્છ પોલીસ વડાએ દારૂના દૂષણને જડમૂળથી નાથવા આપેલા કોલથી જિલ્લાના ખૂણેખૂણામાંથી બૂટલેગરોને પકડવા પોલીસની ચાલતી ઝુંબેશમાં મંગળવાર અને બુધવાર દરમિયાન અલગ-અલગ જગ્યાએ પોલીસે બાતમીના અાધારે પાડેલા ચાર દરોડામાં 1,15,567નો અંગ્રેજી તથા દેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો.

મંગળવારે રાતે 9 વાગ્યાની આસપાસ મહિલા પોલીસ સ્ટેશનના પીએસઆઇ પી.કે. તબીયારે ભુજની ભાગોળે આવેલા ત્રિ-મંદિર સામેના રોડ ઉપરથી કાર જીજે-12-બીઆર-6874ને પકડી તેની તલાશી લેતાં તેમાંથી જુદી-જુદી બ્રાન્ડના બિયર નંગ-13 (રૂા. 987) મળી આવ્યા હતા. કારસવાર યોગેશ મનોહરલાલ સોરઠિયા (રહે. નવી રાવલવાડી)ની ધરપકડ કરી લીધી હતી, જ્યારે બુધવાર બપોરે એલસીબી પીઆઇ જે.એમ. આલના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ વાય.બી. ગોહિલ તથા તેના સ્ટાફે માધાપર પોલીસ ચોકી પાસેથી કાર જીજે-12-પી-6809ને પકડી તેની તલાશી લેતાં વિદેશી દારૂની 120 બોટલો (42 હજાર) તથા કાર (1 લાખ) સહિત મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. દરોડા દરમિયાન આરોપી યોગેશ ધાલુમલ સીંધી નાસી છૂટ્યો હતો. આરોપી વિરૂદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી, જ્યારે માંડવી તાલુકાના મોટી ગોણિયાસર ગામની સીમમાં દારૂનો જથ્થો ઉતર્યો હોવાની બાતમીના આધારે માંડવી પોલીસના ઇન્ચાર્જ પીઆઇ આર.સી. ગોહિલ તેમના સ્ટાફ સાથે મંગળવારે મોડી રાતે ગામની સીમમાં આવેલા ભોઇવાલા છેલામાં રેડ પાડી તપાસ કરતાં અલગ-અલગ બ્રાન્ડની 156 વિદેશી શરાબની બોટલો (62,500)નો મુદ્દામાલ મળી આવ્યો હતો, રેડ દરમિયાન સંજયસિંહ લાખુભા જાડેજા (રહે. ગોણિયાસર) નાસી જતાં આરોપી સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે, તો મુન્દ્રા અદાણી પોર્ટ તરફ જતા માર્ગે સીમમાં આવેલી હોટલ સંતલુજ પાછળ આરોપી રવીન્દ્રસિંઘ માલસિંઘ જાટને છાપો મારી 509 દેશી દારૂની થેલીઓ (10,180) સાથે મુન્દ્રા પીઆઇ દેવેન્દ્રસિંહ રાણા તથા ડીસ્ટાફના નિરૂભા ઝાલા, જીતુદાન ગઢવી સહિતનાઓએ આરોપીને ઝડપી પાડ્યો હતો.

માધાપરમાં કારમાંથી વિવિધ બ્રાન્ડનો પકડાયેલો વિદેશી દારૂનો જથ્થો.

અન્ય સમાચારો પણ છે...