કચ્છમાં આજે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કચ્છમાં આજે

પ્રેરણા મહિલા મંડળ દ્વારા નિ:શુલ્ક માર્ગદર્શન

સમસ્તજ્ઞાતિનાબાળકો માટે પરીક્ષાલક્ષી દબાણ દૂર કરવા માટે રેકી, ધ્યાન, માઇન્ડ પાવર વધારવાનું નિ:શુલ્ક માર્ગદર્શન કેમ્પ રાખવામાં આવ્યું છે. વધુ માહિતી માટે 94290 83225નો સંપર્ક કરવો.

અપૂર્વામહિલા સંગઠન દ્વારા વાનગી હરિફાઇ

સંગઠનદ્વારાતા.21/2ના સાંજે 4 વાગે પુનિત વન, મુન્દ્રા રિલોકેશન સાઇટ ખાતે વાનગી હરિફાઇ તથા સલાડ ડેકોરેશનનું આયોજન કરવામાં આવ્યું છે, નામ નોંધાવવા માટે 98253 86281નો સંપર્ક કરવો.

કચ્છીવિશા ઓશવાળ જૈન મહાજન દ્વારા ટીપાં

તા.13/2નાસાંજે3થી 6 દરમિયાન કવિઓ જૈન મહાજન યુવા પાંખ દ્વારા સ્વાઇન ફ્લુના હોમિયોપેથિક ટીપાં નિ:શુલ્ક પીવડાવવામાં અાવશે.

નવીરાવલવાડીમાં સ્વાઇન ફ્લુ માટે હોમિયોપેથિક ડોઝ

તા.13/2નારાત્રે8થી 9 દરમિયાન સ્વાઇન ફ્લુ સામે રક્ષણ મેળવવા માટે હોમિયોપેથિક ગોળીઓનો ડોઝ તર્પણેશ્વર મહાદેવ મંદિર, રોટરી નગર, નવી રાવલવાડી ખાતે આપવામાં આવશે.

રાવલવાડીરિલોકેશન સાઇટમાં સ્વાઇન ફ્લુ વિરોધી દવા

સત્યમકચ્છનવપલ્લવ તાનારીરી મહિલા પાંખ નરસિંહ મહેતા નગર અને જિલ્લા પંચાયતના ઉપક્રમે તા.13/2ના સવારે સ્વાળન ફ્લુ વિરોધ ઉકાળો તથા ગોળીઓનું વિતરણ કરવામાં આવશે.

કચ્છજિલ્લા પંચાયત આયુર્વેદિક શાખા દ્વારા ડોઝ

માનવજ્યોતસંસ્થાના સંયૂક્ત ઉપક્રમે આયુર્વેદિક આૈષધિમાંથી બનાવેલું તૈયાર ઉકાળો તા.13/2ના સવારે 8:30 વાગ્યે સરપટ ગેટ ખાતે તથા 9:30 કલાકે ભીડગેટ ખાતે વિતરણ કરવામાં આવશે.

ભુજસિંધી સમાજ દ્વારા ચેટીચંદની ઉજવણી કરાશે

તા.21/3નાભગવનાઝુલેલાલ ભગવાનની જન્મજયંતી ચેટીચંદની ઉજવણી કરવામાં આવશે. ઉજવણી અંતર્ગત યોજાનારા સિંધી સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લેવા ઇચ્છતા સમાજના લોકોઅે રીટાબેન છાટપાર, મો. 94262 27601 પર નામ નોંધાવવા.

અખિલકચ્છ રાયમા-રાઉમા સમાજ ચેરિ. ટ્રસ્ટ

ભુજરાયમાજમાત દ્વારા આયોજિત સમાજના તેજસ્વી તારલાઓનું સન્માનનું આયોજન તા.8/3ના સવારે 10કલાકે માૈલુવાલી મસ્જીદ સંચાલિત જમાતખાના-એ-જન્નત, સરપટ ગેટ બહાર ખાતે. તા. 22/2 સુધી ફોર્મ આપી જવા. ફોર્મ સાથે પરીણામની નકલ જોડવી.

ગોવર્ધનનાથજીનીહવેલીના પાટોત્સવની ઉજવણી

તા.16/2નાસાંજે7 કલાકે ટ્રસ્ટીઓ-સખી મંડળ તથા સલાહકારની અગત્યની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પાટોત્સવના ઉજવણી અંતર્ગત ચર્ચા કરવામાં અાવશે.

મ.કા.ચા.મોઢબ્રાહ્મણ જ્ઞાતિ મોઢેશ્વર મહિલા મંડળ

તા.14/2નાસાંજે4 વાગ્યે ખેંગાર પાર્ક ખાતે હલ્દી કંકુની ઉજવણી નિમિત્તે સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું છે.

કચ્છજિલ્લા પેન્શનર્સ એસોસિયેશનની મીટિંગ

કચ્છજિલ્લાપેન્સનર્સ એસોસિયેશનની અંગત મીટિંગનું આયોજન તા. 16/2ના સવારે 11 કલાકે સંસ્થાની કચેરી, મહાદેવ નાકા, ભુજ ખાતે કરવામાં આવ્યંુ છે, જેમાં દરેક સભ્યોએ હાજર રહેવું.

રોટરીક્લબ અોફ ભુજની સ્પીકરની મીટિંગ

તા.13/2નારાત્રે8 કલાકે ક્લબની સ્પીકરની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં જૂઇબેન શાહ દ્વારા ThoseWho Lived to tell a Tale વિષયપર વક્તવ્ય આપશે.

કચ્છજિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ

રાષ્ટ્રીયકાનૂનીસેવા સત્તા મંડળ અને ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના માર્ગદર્શન હેઠળ તા. 14/2ના આગામી 2015ની પ્રથમ જનરલ લોક અદાલત યોજવામાં આવશે.

ભુજશહેર હોમ ગાર્ડઝ યુનિટની પરેડ

માહેફેબ્રુઆરી-2015નીપરેડ તા.14/2થી 17/2 દરમિયાન યુનિટ કચેરી ખાતે હોવાથી પુરા યુનિફોર્મમાં સવારે 6:45 વાગ્યે હાજર રહેવું.

વૃક્ષમિત્રની સંગીત સભા

મુન્દ્રારિલોકેશનસાઇટ તથા આજુબાજુની સોસાયટી તેમજ ભુજ શહેરીજનોના સંગીત રસિયાઓ માટે તા.14/2ના સંગીત સભાનું આયોજન સાંજે 5થી 8 દરમિયાન વૃક્ષમિત્ર ગાર્ડન, મુન્દ્રા રિલો. ચાર રસ્તા, પ્રાથમિક શાળા પાસે, શ્રીહરિ સોસાયટીની બાજુમાં કરેલી છે.

ઇન્દ્રાબાઇગર્લ્સ હાઇસ્કૂલ વિદ્યાર્થી જોગ

માર્ચ2015માંલેવાનારી બોર્ડની પરીક્ષાના ખાનગી ઉમેદવારની કોમ્પ્યૂટરની પ્રાયોગિક પરીક્ષા તા.18/2ના સવારે 9થી 11 દરમિયાન લેવાશે જેથી 8:45 વાગ્યે હાજર રહેવું.

ગાંધીધામમાંસ્વાઇન ફ્લુ રોગ પ્રતિકારક ઉકાળાનું વિતરણ

જલારામસેવાટ્રસ્ટના સહયોગથી ગાંધીધામમાં સ્વાઇન ફ્લુ રોગ માટે આયુર્વેદિક આૈષધિમાંથી બનાવેલું તૈયાર ઉકાળાનું રાહતદરે વિતરણ અક્ષર આયુર્વેદિક હોસ્પિટલ ખાતે કરવામાં આવશે.

માંડવીમાંત્રિદિવસીય પુસ્તક મેળાનું આયોજન

વિવેકાનંદરિસર્ચસેન્ટર એન્ડ ટ્રેઇનિંગ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા ત્રિદિવસીય પુસ્તક મેળાનું આયોજન તા. 18/2થી 20/2 સવારે 9થી 6 દરમિયાન કરવામાં આવ્યું છે. પુસ્તકોનું પ્રદર્શન તથા વેચાણ રાખેલું છે. પુસ્તક દીઠ 40 ટકા વળતર આપવામાં આવશે.

માંડવીતાલુકા રાશનકાર્ડમાં ફેરફાર અંગે

તાલુકાનીએટીવીટીસંકલન બેઠકમાં થયેલી ચર્ચા અન્વયે ગઢશીશા ખાતે રાશનકાર્ડ ધારકોના બાયોમેટ્રીક થમ્બ ઇમ્પ્રેશન, નામ વધારો, નામ કમી તથા સુધારા અંગેની કામગીરી ગ્રામ પંચાયત કચેરી ખાતે તા.14/2 અને 15/2ના સવારે 11થી 5 દરમિયાન કરવામાં આવશે. ગઢશીશા ગામના રાશન કાર્ડ ધારકોએ કામગીરી માટે સંપર્ક કરવો મામલતદારની યાદીમાં જણાવાયું છે.

સારસ્વતસંચાલિત દયાપર હાઇ. વિદ્યાર્થી જોગ

સા.સ.દયાપરહાઇ માર્ચ-2015 માટે ધો-10ની પરીક્ષા આપવા માટેના રેગ્યુલર, રીપીટર, ખાનગી વિદ્યાર્થીઓની પ્રાયોગિક પરીક્ષા તા.18/2ના સવારે 9 કલાકે તથા લેખિત પરીક્ષા સવારે 11 કલાકે લેવાશે.

દયાપરખાતે સુપરસિક્સ ટુર્નામેન્ટનું આયોજન

દયાપરખાતેતા.18/2ના સુપરસિક્સ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. ભાગ લેવા માટે મનોજ સોની 94274 33974નો સંપર્ક કરવો.

શ્યામજીકૃષ્ણવર્મા વિદ્યાલય વર્માનગર વિદ્યાર્થી જોગ

માર્ચ-2015નાધોરણ-10નાવિદ્યાર્થીની પરીક્ષા આપવા માટે બોર્ડના ફોર્મ ભર્યા હોય તેવા ખાનગી, રીપીટર વિદ્યાર્થીઓની શા.શિ.ની પ્રાયોગિક પરીક્ષા તા.18/2ના સવારે 9 વાગ્યે તથા લેખિત પરીક્ષા સવારે 11થી 12:15 દરમિયાન લેવાશે.

માધાપરમાંસ્વાઇન ફ્લુ માટેની ગોળીનું વિતરણ

માધાપરજૂનાવાસમાંજલારામ મંદિર ખાતે સ્વાઇન ફ્લુ સામે રક્ષણ મેળવવા માટેની ગોળીનું વિતરણ તા.13/2ના સવારે 9થી 1 દરમિયાન કરવામાં આવશે.

કોડાયમાંરાહતદરે મેડિકલ સારવાર

દરરોજસવારે9થી 12 અને સાંજે 3:30થી 7 વાગ્યા દરમિયાન રાહતદરે તપાસણી કરી આપવામાં આવશે.બુધ, ગુરુ અને શુક્રના ફિઝીયોથેરાણીની તપાસ બપોરે 2થી 4 દરમિયાન કરી આપવામાં આવશે.