ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Gujarat » Bhuj » Mundra» ઘુડખર અભયારણ્ય વિસ્તારમાંથી પાવર ટ્રાન્સમિશન લાઇન પસાર કરવાને કારણે

    ઘુડખર અભયારણ્ય વિસ્તારમાંથી પાવર ટ્રાન્સમિશન લાઇન પસાર કરવાને કારણે

    DivyaBhaskar News Network | Last Modified - Mar 29, 2018, 03:55 AM IST

    ઘુડખર અભયારણ્ય વિસ્તારમાંથી પાવર ટ્રાન્સમિશન લાઇન પસાર કરવાને કારણે અદાણી પાવર લિમીટેડ (એપીએલ) સામે ફોરેસ્ટ...
    • ઘુડખર અભયારણ્ય વિસ્તારમાંથી પાવર ટ્રાન્સમિશન લાઇન પસાર કરવાને કારણે
      ઘુડખર અભયારણ્ય વિસ્તારમાંથી પાવર ટ્રાન્સમિશન લાઇન પસાર કરવાને કારણે

      ઘુડખર અભયારણ્ય વિસ્તારમાંથી પાવર ટ્રાન્સમિશન લાઇન પસાર કરવાને કારણે અદાણી પાવર લિમીટેડ (એપીએલ) સામે ફોરેસ્ટ કન્ઝર્વેશન એક્ટનો કથિતપણે ભંગ કરવા માટે ગુજરાત સરકારને ફરિયાદ દાખલ કરવાનું કહેવામાં આવ્યું હોવા છતાં આ મામલે આજ સુધી કાંઇ થયું ન હોવાનું કોમ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ (કેગ)ના રિપોર્ટમાં જણાવાયું હતું.

      માર્ચ 2017ના પૂરા થતા વર્ષ માટેના આર્થિક રિપોર્ટમાં કેગે નોંધ્યું હતું કે મુન્દ્રા પ્લાન્ટ ખાતે ઉત્પાદિત થયેલી વીજળીના ટ્રાન્સમિશન માટે અદાણી પાવર લિ. દ્વારા 2009માં કેન્દ્ર સરકારની કોઇ મંજૂરી વિના કચ્છના નાના રણમાંથી વાઇડ લાઇફ પ્રોટેકટેડ વિસ્તારમાંથી હાઇ વોલ્ટેજ ટ્રાન્સમિશન લાઇન ઉભી કરવામાં આવી હતી. કચ્છનું નાનું રણ એ લેસર અને ગ્રેટર ફ્લેમિંગોનું નેસ્ટીંગ ગ્રાઉન્ડ છે અને અન્ય યાયાવર પક્ષીઓ માટેનું સ્ટોપઓવર પણ છે.

      મુન્દ્રા-દહેગામ ટ્રાન્સમિશન લાઇન ઉભી કરવા માટે ઘુડખર અભયારણ્યમાંથી 18.20 હેકટરનો વન્ય વિસ્તાર અને 40.77 હેકટરનો બિન વન્ય વિસ્તાર તબદીલ કરવાની અદાણી પાવરે માંગણી કરી હતી. ફોરેસ્ટ કન્ઝર્વેશન એક્ટ અને વાઇડલાઇફ પ્રોટેકશન એક્ટ મુજબ કંપનીને પૂર્વ પરવાનગી મેળવવી જરૂરી હોવા છતાં માર્ચ 2009માં એવું બહાર આવ્યું હતું કે પૂર્વ પરવાનગી

      ... અનુસંધાન પાનાનં. 13

      વગર ટ્રાન્સમિશન લાઇન ઉભી કરી દેવામાં આવી હતી.

      અદાણી પાવર લિમીટેડને કામ રોકી દેવાનો આદેશ આપવામાં આવ્યો. જેથી માર્ચ 2009માં જ કામ રોકી દેવામાં આવ્યું. ત્યારબાદ વન, પર્યાવરણ અને વાતાવરણમાં બદલાવના મંત્રાલયે મે 2009માં વન્ય જમીનની તબદીલિ માટે સૈદ્ધાંતિક મંજૂરી પણ અાપી દીધી.

      અદાણી પાવરે જાન્યુઆરી 2009માં કામ શરૂ કરી દીધું હોવા છતાં વાઇડલાઇફ પ્રોટેકશન એક્ટની કલમ 29 તળે અભયારણ્યની જમીન તબદીલ કરવા માટે મે 2009માં અરજી કરવામાં આવી હતી. સપ્ટેમ્બર 2010માં પ્રિન્સિપલ ચીફ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ (વાઇડલાઇફ) દ્વારા તે પરવાનગી આપવામાં આવી હતી.

      જોકે, મે 2015માં મંત્રાલયે ગુજરાત સરકારને આદેશ આપ્યો કે અદાણી પાવર દ્વારા વન્ય કાયદાના કથિતપણે ભંગ થવાના બનાવની તપાસ કરવામાં આવે અને પ્રાથમિક રીતે જે વ્યક્તિઓ આ બનાવમાં સંડોવાયેલી હોવાનું બહાર આવે તેની સામે ફરિયાદ દાખલ કરવામાં આવે. જોકે, આજની તારીખ સુધીમાં અદાણી પાવરના કોઇ અધિકારી સામે ફરિયાદ દાખલ કરવામાં આવી નથી.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: ઘુડખર અભયારણ્ય વિસ્તારમાંથી પાવર ટ્રાન્સમિશન લાઇન પસાર કરવાને કારણે
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Gujarat

    Trending

    Top
    `