Home » Gujarat » Bhuj » Mundra » મુન્દ્રા : મોખા ટોલનાકે ગત રાત્રીએ હોબાળો મચાવી કાંચની તોડફોડ

મુન્દ્રા : મોખા ટોલનાકે ગત રાત્રીએ હોબાળો મચાવી કાંચની તોડફોડ

Divyabhaskar.com | Updated - Apr 07, 2018, 03:55 AM

મુન્દ્રા : મોખા ટોલનાકે ગત રાત્રીએ હોબાળો મચાવી કાંચની તોડફોડ કરી નાકાના કર્મચારી પર છરી વડે હિચકારો હુમલો કરનાર...

  • મુન્દ્રા : મોખા ટોલનાકે ગત રાત્રીએ હોબાળો મચાવી કાંચની તોડફોડ
    મુન્દ્રા : મોખા ટોલનાકે ગત રાત્રીએ હોબાળો મચાવી કાંચની તોડફોડ કરી નાકાના કર્મચારી પર છરી વડે હિચકારો હુમલો કરનાર આરોપીને પોલીસે જડપી લીધો હતો. પોલીસ દફતરેથી જેન્તીભાઇ અરજણભાઈ ચાવડાની ફરીયાદ મુજબ તા 4/4 ની રાત્રીએ ટોલ પરની નોકરીથી છૂટો કરાયેલ બાબુ ડોસા ગઢવીએ ટોલ પર ધોકા અને છરી સમેત આવી બે કેબિનોનાં કાંચ તથા કોમ્પ્યુટર તોડી નાખ્યા હતા.અને નોકરી થી છૂટો કરાયાનું મનદુઃખ રાખી ફરિયાદી તથા સહકર્મી હરિ ગઢવી પર નોકરીએ પરત લેવાનું દબાણ કરતાં છરી વડે હિચકારો હુમલો કર્યો હતો.બનાવના પગલે ભદ્રેશ્વર ઓપીના સહાયક ફોજદાર હરેશ સોમૈયાએ આરોપીની ધરપકડ કરી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending