ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » Gujarat » Bhuj » Mundra» દાદા ભગવાન પ્રેરિત સત્સંગ ભુજ

  દાદા ભગવાન પ્રેરિત સત્સંગ ભુજ

  DivyaBhaskar News Network | Last Modified - Apr 08, 2018, 03:55 AM IST

  દાદા ભગવાન પ્રેરિત સત્સંગ ભુજ તા. ૮/૦૪ના સાંજે ૫થી ૭ સુધી દાદા ભગવાન પ્રરિત સત્સંગ ત્રિમંદિર, એરપોર્ટ રોડ હિલ...
  • દાદા ભગવાન પ્રેરિત સત્સંગ ભુજ
   દાદા ભગવાન પ્રેરિત સત્સંગ ભુજ
   દાદા ભગવાન પ્રેરિત સત્સંગ ભુજ

   તા. ૮/૦૪ના સાંજે ૫થી ૭ સુધી દાદા ભગવાન પ્રરિત સત્સંગ ત્રિમંદિર, એરપોર્ટ રોડ હિલ ગાર્ડનની પાસે, ભુજ મધ્યે રહેશે.

   પુનીતવન ગ્રૂપ

   મુન્દ્રા રોડ પર આવેલ પુનીતવન ખાતે સ્વચ્છ પુનીવન ગ્રૂપના સર્વે સભ્યો દ્વારા શ્રમદાન કરીને સ્વચ્છ પુનીતવન અંતર્ગત સફાઇ અભિયાન હાથ ધરવામાં આવશે. માનવ જ્યોત દ્વારા પ્રાપ્ત ચકલી ઘર, કુંડા લગાવવા તથા ઝાડોને પાણી આપવું તથા દાતાઓના સહયોગથી બાંકડા, જીમના સાધનો વસાવવા તથા જંગલ ખાતાના કર્મચારી, અધીકારી, નગરપાલીકા કર્મચારીઓ તથા તમામ સભ્યોના સહયોગથી સ્વચ્છ પુનીત અનવયે સફાઇ અભીયાન આજે સવારે 8 કલાકેથી શરૂ કરવામાં આવશે.

   ઉપનિષદ્ પર ચિંતન વર્ગ

   રવિવારે સવારે 10:00થી 11:30 દરમિયાન માંડુક્ય ઉપનિષદ્ પર ચિંતન વર્ગ સ્વામી પ્રદીપ્તાનંદ સરસ્વતી દ્વારા “આર્ષ કુટીર” ઓધવ બાગ 2 માધાપર ખાતે.

   પ્રેરણા મહિલા મંડળ

   સમસ્ત બહેનો માટે આશાપુરા વુમન એકેડમી ના સહયોગથી અર્ચનાબેન વ્યાસ દ્વારા વિવિધ પ્રકારના પસઁ,મોબાઈલ કવર ના નિ:શુલ્ક વગૅ તા.9/4 થી 14/4 સુધી સાંજે 4:30 થી 6:00 બી 97 શેરી નં 5 આર.ટી.ઓ.રીલોકેશન સાઈડ વધુ વિગત માટે વંદના ભાવસાર 94290 83225 નો સંપર્ક કરવો.

   કચ્છી રાજગોર મહિલા મંડળ

   મહિલા મંડળ દ્વારા સમૂહલગ્ન નિમિતે જ્ઞાતિના બહેનો માટે લગ્નગીત હરીફાઇનું આયોજન તા.15/4ના સાંજે 4થી 7 દરમિયાન રાવલવાડી રિલોકેશન સ્વામીનારાયણ સંતસંગ હોલ ખાતે. ભાગ લેનાર ઇચ્છુકએ પોતાના નામો મો.99791 84751.

   એકયુપ્રેશર નિ:શુલ્ક સારવાર કેમ્પ

   તા.9/4ના જાયન્ટસ હોલ હોસ્પિટલ રોડ ભુજ ખાતે સાંજે 5થી 6:30 દરમિયાન નિ:શુલ્ક એકયુપ્રેશર સારવાર આપવામાં આવશે.

   સંસ્કારનગર મહિલા મંડળ

   સોળ સણગાર હરીફાઇ અને લગ્નગીત હરીફાઇનું આયોજન કરવામાં આવ્યું છે. ભાગ લેવા સંપર્ક મો.94282 52501.

   વરુણ ગાયત્રી દિપયજ્ઞ

   ગાયત્રી પરીવાર યુવા સંગઠન તથા મહિલા મંડળના સહયોગ દ્વારા વરસાદના આગમન માટે સામૂહિક સાધના પ્રયોગ તા.8/4ના સાંજે 6 કલાકે વરણુ ગાયત્રી દિપયજ્ઞ હિરેન વઢવાણા, સી/ઓ બી.એસ.પંચાલ, એમ-11, અરીહંતનગર, સિદ્ધેશ્વર મહાદેવ મંદિર પાસે, ભુજ ખાતે.

   રામકૃષ્ણ યુવક મંડળ

   ભુજની જનરલ હોસ્પિટલમાં ફળ, દવા, બિસ્કીટ વિતરણ તા.8/4ના સવારે 10 કલાકે.

   મારૂ કંસારા સોની જ્ઞાતિ સત્સંગ મંડળ

   અગિયારસ નિમિતે તા.9/4ના સાંજે 5:30થી 7 દરમિયાન શ્રદ્ધાંજલી સત્સંગ જદુરામભાઇ કંસારાના નિવાસસ્થાને 11-શારદા સોસાયટી, વિજયનગર ખાતે.

   ભગવદ ગીતા પર પ્રવચન

   8/4ના સાંજે 6:30થી 8:30 દરમિયાન વિદ્યાનગરના રમણદાસ દ્વારા ભગવદગીતા પર પ્રવચન, કીર્તન તથા પ્રવચન બાદ પ્રશ્નોતરી ત્યાર બાદ ભોજન પ્રસાદનું આયોજન ઇસ્કોન સેન્ટર, સરદાર પટેલનગર, હરીપર રોડ ખાતે.

   દાદા ભગવાન પ્રેરિત સત્સંગ - ભુજ

   તા૦૭/૦૪ સાંજે ૫:૦૦ થી ૭:૦૦ વાગ્યા સુધી દાદા ભગવાન પ્રરિત (PMHT) પેરેન્ટ મહાત્મા માટે સત્સંગ ત્રિમંદિર, એરપોર્ટ રોડ હિલ ગાર્ડન પાસે, ભુજ મધ્યે રહેશે. વધુ વિગત માટે મોબાઈલ નંબર :૯૯૨૪૩૪૫૫૮૮.

   લાભાર્થીઓ માટે નિ:શુલ્ક કેમ્પ

   મેડીકલ ઓન્કોલોજી, ન્યુરો સર્જરી, પોલીટ્રોમાના દર્દીઓ માટે તબીબી નિદાન કેમ્પ તા.8/4ના સવારે 10થી 12 દરમીયાન એકોર્ડ હોસ્પિટલ, રીલાયન્સ મોલ પાસે, ભુજ ખાતે. મા કાર્ડ સાથે ઉપસ્થિત રહેવું, જુના રીપોર્ટર સાથે રાખવા. રજિસ્ટ્રેશન કરાવવા સંપર્ક ફો.230033, 231033.

   કચ્છ જ્યોતીષ મંડળ

   બેઠક તા.8/4ના માતા ચાગબાઇ સુંદરજી સત્સંગ હોલ બિલેશ્વર મહાદેવ મંદિર ખાતે સવારે 10:30 કલાકે મળશે.

   નિ:શુલ્ક જ્યોતીષના વર્ગો

   બેઝીકથી જ્યોતીષ શીખવા માટે નિ:શુલ્ક વર્ગોનું આયોજન તા.8/4ના ભુજ ખાતે. નામ નોંધાવાવ મો.98796 31473.

   શ્રદ્ધા મેરેજ બ્યુરો

   સ્વ.ચંપકલાલભાઇ જયંતીલાલ મહેતાના સ્મરણાર્થે વિના મૂલ્યે બ્યુરોની બેઠક તા.8/4ના પ્રમુખ અશોકભાઇ માંડલીયા (એડવોકેટ)ની ઓફિસ, ન્યુમીન્ટ રોડ, મહાદેવ નાકા પાસે મળશે. ઉમેદવારોએ સંસ્થાનું ઓળખપત્ર સાથે રાખવું. મો.94266 81606.

   હોસ્પિટલના દર્દીઓને શીરા-ફ્રૂટનું વિતરણ

   તા.8/4 સાંજે 4:45 કલાકે નવચેતન ભગવાન મહાવીર માનવ કલ્યાણ કેન્દ્રના ઉપક્રમે જે.ઓ. સોનીના સહયોગથી ભુજની જનરલ હોસ્પિટલના દર્દીઓને દેશી ઘીના શીરા અને ફ્રૂટનું વિતરણ તેમજ જીવદયા અને માનવ સેવાના કાર્યો હાથ ધરાશે.

   અાર્ટ ઓફ લીવીગ

   હેપ્પીસ કોર્ષના સાધકો માટે દરે રવિવારે સુદર્શન ક્રિયા ફલોઅપ એન્કરવાલા સરસ્વતી વિદ્યાલય, પ્રસાદી પલોટ સંસ્કારનગર ખાતે સવારે 7થી 8:30 દરમિયાન વધુ માહિતી માટે મો.92279 23451.

   સામૂહિક આયંબીલ

   સ્વ.ભદ્રેશ તનસુખલાલ સંઘવીના આત્મશ્રેયાર્થે જીનદત્તકુશલ સામાયીક મંડળની ઉપસ્થિતીમાં પંચકલ્યાણક પુજા તા.8/4ના સવારે 9:30 કલાકે દાદાવાડી, ભુજ ખાતે તથા ગામની આાયંબીલ શાળામાં સામૂહીક આયંબીલ રાખેલ હોઇ આયંબીલ કરનાર ગામની આયંબીલ શાળામાંથી સવારે 10 કલાકે પાસ મેળવી લેવા.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: દાદા ભગવાન પ્રેરિત સત્સંગ ભુજ
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Gujarat

  Trending

  Top
  `