• Gujarati News
  • National
  • બ્રાસ સ્ક્રેપના નામે દોઢ કરોડનું આયાત કૌભાંડ પકડાયું

બ્રાસ સ્ક્રેપના નામે દોઢ કરોડનું આયાત કૌભાંડ પકડાયું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડિરેક્ટરોટ ઓફ રેવન્યુ ઈટૅલીજન્સ દ્વારા ઈનપુટના આધારે દુબઈથી મુંદ્રા પોર્ટ આવી પહોચેલા કન્ટેનરને થોભાવી ચેકિંગ કરતા અંદરથી ડિક્લેરેશનથી વિરુદ્ધ બ્રાસની રેડી ફાઈનલ પ્રોડ્ક્ટ્સનો જથ્થો મળી આવ્યો હતો. સુત્રોએ કુલ દોઢ કરોડનો જથ્થો પકડી પાડ્યાનું સતાવાર રીતે જણાવ્યુ હતુ.ઈંટૅલીજન્સ એજન્સીને ઈનપુટ મળ્યા હતા કે જામનગરની દીવ્યાશી મેટ્લ્સ નામની પેઢી દ્વારા પીતળનો ભંગાર જાહેર કરીને કંસાઈમેંટ ઈમ્પોર્ટ કર્યુ હતુ જેમાં તે મીસ ડિક્લેરેશન કરી ખરેખર અન્ય વસ્તુઓ આયાત કરવાના છે. જે આધારે દુબઈના જાબેર અલી પોર્ટ થી મુંદ્રા પોર્ટ આવી પહોંચેલા 20 ફીટ કન્ટૅનર માટેની બીલ ફાઈલીંગ થતાજ ડીઆરઆઈને બાતમી કસ્ટમના એસઆઈઆઈબી વિભાગને ફોરવર્ડ કરી કાર્યવાહિ કરવા જણાવતા, ટીમ દ્વારા

...અનુસંધાન પાના નં. 13

કંટૅનરને રોકીને તેને ખોલી 100% જથ્થાની તપાસ કરી હતી. જેમાં પેઢીએ બ્રાસ સ્ક્રેપ હની હોવાનું જાહેર કર્યુ હતુ.પરંતુ તપાસ કરતા અંદરથી બ્રાસની બનાવટના સ્ક્રુ, સળીયા, સ્ટ્રીપ્સ, નટ્સ, બોલ્ટ સહિતની ફાઈનલ વસ્તુઓ મોટી માત્રામાં મળી આવી હતી. આ તમામનું વેલ્યુશન કરતા કુલ તેની માર્કેટ કીંમત દોઢ કરોડથી વધુ થતુ હોવાનું સતાવાર રીતે ડીઆરઆઈના સુત્રોએ જણાવ્યુ હતુ. કસ્ટમ એક્ટ્સ, 1962 અંતર્ગત જથ્થાને સીઝ કરી કસ્ટમ વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...