• Gujarati News
  • મુન્દ્રામાં અદાણીના સહકારથી યોજાયો ખાસ સેમિનાર

મુન્દ્રામાં અદાણીના સહકારથી યોજાયો ખાસ સેમિનાર

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુન્દ્રામાં અદાણીના સહકારથી યોજાયો ખાસ સેમિનાર
ભાસ્કરન્યૂઝ. મુન્દ્રા
મુન્દ્રાખાતે અદાણી ફાઉન્ડેશન દ્વારા તા.૬/૯ના કૂપોષણ મુક્ત મુન્દ્રાનો એક સેમિનાર યોજવામાં યોજાયો હતો, જેમાં કૂપોષિત બાળકોને દત્તક લઇ તંદુરસ્ત બનાવવા સહયોગ મગાયો હતો.
ભારતમાં કૂપોષણથી થતાં બાળ મૃત્યુદરમાં ઘણો વધારો નોંધાયો છે, જે ખરેખર એક ચિંતાજનક બાબત છે. આથી, અદાણી ફાઉન્ડેશને સંકલિત બાળવિભાગની સાથે રહીને કૂપોષણ વિરુદ્ધ ઝુંબેશ ઉપાડી છે. કાર્યક્રમ અંતર્ગત કૂપોષણના ભોગ બનેલા બાળકો દત્તક લઇ તંદુરસ્ત બનાવવા માટેના સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવશે. કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ છાયાબેન ગઢવી, મુન્દ્રા તાલુકા વિકાસ અધિકારી ગિરીશભાઇ જોષી,પો‌ર્ટના એક્ઝિક્યૂટિવ ડાયરેકટર રક્ષિતભાઇ શાહ, વાંકી જન આરોગ્યકેન્દ્રના મેડિકલ ઓફિસર ડો. કમલ શાહ, અદાણી હોસ્પિટલના ડાયેટીશિયન ડો. નીકિતાબેન હાજર રહ્યા હતા.
ત્રણ વર્ષમાં પરિણામ
મુકેશસક્સેનાએ કૂપોષણ નિવારણ અંગે જણાવ્યું હતું કે, અદાણી ફાઉન્ડેશન મુન્દ્રા તાલુકામાં વર્ષના સમયમાં કૂપોષણને નેસ્ત નાબૂક કટિબદ્ધ છે તેમ જણાવ્યું હતું.અદાણી હોસ્પિટલના ડો. મૌલિક પટેલ, બાળરોગ નિષ્ણાત ડો. મુકેશકુમારે બાળકોની તંદુરસ્તી જળવાઇ રહે તે માટે સૂચનો આપ્યા હતા. ટ્રસ્ટી વસંતભાઇ અદાણી ફાઉન્ડેશનના પ્રયત્નોને બિરદાવ્યા હતા.
કૂપોષિત બાળકોને દત્તક લઇ તંદુરસ્ત બનાવાશે